નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો
જિલ્લામાં તા. ૨૫ મી જુલાઇથી સવારના ૬:૦૦ કલાકથી તા. ૨૬ મી જુલાઇ સવારના ૬:૦૦ કલાક સુધી ૨૨ મી.મી. વરસાદ નોંધાયો.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૬ મિ.મિ. સાગબારા તાલુકામાં ૨ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૪ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૬૬૬ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૬૨૧ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૭૨૦ મિ.મિ. ગરુડેશ્વર તાલુકામાં ૪૪૦ મિ.મિ. નાંદોદ તાલુકો ૭૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૦.૦૦ મીટર, કરજણ ડેમ ૧૦૨.૬૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૦.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૭૯.૪૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
પાટણનો એક યુવક તાજેતરમાં ઉજ્જૈનથી કન્યા લાવવા માટે 3.60 લાખ રૂપિયાનો નોંધપાત્ર ખર્ચ કરીને લગ્ન કૌભાંડમાં છેતરાયો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નકલી બેંક ખાતાઓ અને બનાવટી KYC દસ્તાવેજો સાથે સંકળાયેલી મોટી છેતરપિંડીને લક્ષ્યાંક બનાવીને નોંધપાત્ર કામગીરી શરૂ કરી છે.
વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં તાજેતરના કૌભાંડની જેમ જ છેતરપિંડીના આરોપોને પગલે તપાસ હેઠળ આવી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વાયરલ વીડિયો સામે આવ્યો