જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં નર્મદા પોલીસ પુત્ર અને પુત્રી પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું
નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરાનાં બંને સંતાનોએ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ધ્વારા આયોજીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્વારા શાળાકીય રમતો અંડર- ૧૪,૧૭ તથા ૧૯ (ભાઇઓ/બહેનો) ની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજનમાં ઘણી શાળાનાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો ત્યારે રાજપીપળાની નવદુર્ગા સ્કૂલનાં ભાઇ બહેનો કે જેમના પિતા નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર તાહિરહુસેન વ્હોરાનાં પુત્ર હુસેન વ્હોરા ( અંડર ૧૪)અને તેની બહેન તસ્લીમ વ્હોરા ( અંડર ૧૭) એ બેડમિન્ટન ની રમત માં ભાગ લીધો અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું પરિવારનું અને નર્મદા પોલીસનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.