જીસીએસ હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીસીએસ હોસ્પિટલમાં અનોખી રીતે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી કરવામાં આવી. જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓનું ગુલાબથી સમ્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ડોક્ટરો દ્વારા જન-જાગૃતિ માટે પ્રવચન આપવામાં આવ્યું, ડાયેટિશિયન દ્વારા ખાવા-પીવાની માહિતી આપવામાં આવી, ઉપરાંત દર્દીઓને સ્ટેજ પર બોલાવી સ્પેશ્યલ ગિફ્ટ આપીને સમ્માન કરવામાં આવ્યું. તેમજ દર્દીઓ ના એન્જોયમેન્ટ માટે ખાસ ગરબા નું આયોજન કર્યું હતું. બધા દર્દીઓ માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બધા દર્દીઓ ને શુભેરછાઓ પાઠવીને કાર્યક્રમ નો અંત કર્યો હતો.
ઉપરાંત જીસીએસ હોસ્પિટલ પાસે મેમોગ્રાફી બસની સુવિધા પણ છે. જેના માધ્યમથી જીસીએસ હોસ્પિટલ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે, અને મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે જાગૃતી આવે એના માટે પ્રયત્નો કરે છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."