સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
અમદાવાદ: રક્તદાન માત્ર એક સામાજિક કાર્ય નથી માનવીયતા નું એક એવો દિવ્ય ગુણ છે જે યોગદાનની ભાવનાને દર્શાવે છે તેમજ રક્તદાન થી લોહીના સંબંધ પ્રસ્થાપિત થાય છે.આ ઉદ્દગાર નિરંકારી સદ્દગુરૂ માતા સુદીક્ષા જી દ્વારા આજે ગ્રાઉન્ડ નં. ૨ નિરંકારી ચોક, દિલ્હી માં આયોજીત “માનવ એકતા દિવસ” ના અવસર પર વિશાળ જનસમૂહ ને સંબોધિત કરતા વ્યક્ત કરવામાં આવ્યા.
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સચિવ આદરણીય જોગીન્દર સુખીજા એ જાણકારી આપતા જણાવ્યું કે માનવ એકતા દિવસ ના અવસર પર દિલ્હી તેમજ એન. સી. આર માં લગભગ ૧,૨૦૦ યુનિટ રક્ત સંગ્રહિત થયું. આ ઉપરાંત સંપુર્ણ ભારતવર્ષ માં પણ ૫૦, ૦૦૦ થી વધારે યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું.અમદાવાદમાં ઈન્ડીકવિપ સંત નિરંકારી સત્સંગ ભવન પર રવિવારે ૨૩ એપ્રિલ ના રોજ આયોજીત રક્તદાન શિબિરમાં ૪૧७ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
સદ્દગુરૂ માતા જી એ માનવ પરિવાર ને સંબોધિત કરતા કહ્યું કે રક્તદાન નિષ્કામ સેવાનો એક એવો સુંદર ભાવ છે જેમાં માત્ર દરેકનું ભલું કરવાની જ ભાવના મન માં હોય છે. પછી હૃદય માં એવી ભાવના ઉત્પન્ન થતી જ નથી કે માત્ર આપણા સગા સંબંધી તથા આપણું પરિવાર જ મહત્વપૂર્ણ છે પરંતુ સમસ્ત સંસાર જ આપણો પરિવાર બની જાય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે નિરંકારી જગતમાં ‘માનવ એકતા દિવસ’ નો દિવસ યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી ની પ્રેરણાદાયી શિક્ષાઓ ને સમર્પિત છે.
સેવા ના પુંજ, પૂર્ણ સમર્પિત ગુરુ ભક્ત ચાચા પ્રતાપ સિંહ તથા અન્ય મહાન બલિદાની સંતો ને પણ આ દિવસે યાદ કરવામાં આવે છે. ‘માનવ એકતા દિવસ’ ના અવસર પર સમગ્ર દેશના વિભિન્ન સ્થળોએ સત્સંગ કાર્યક્રમ ની સાથે જ વિશાલ રૂપમાં રક્તદાન શિબિરો ની હારમાળા ની પણ શરૂઆત થઇ જાય છે જે આખું વર્ષ કાર્યરત રહે છે.
રક્તદાનનું મહત્વને જણાવતા સદ્દગુરુ માતા જી એ કહ્યું કે ‘રક્ત નાડીયો મેં બહે નાલીઓ મેં નહિ’ રક્ત આપતા આપણે એવો વિચાર નથી કરતા કે આપણું રક્ત કોના શરીર માં જઈ રહ્યું છે આ તો માત્ર એક સામાજિક કાર્ય છે જે માનવીય મુલ્યો ને દર્શાવે છે જેનું એક જીવંત ઉદાહરણ નિરંકારી રાજપિતા જી એ પોતે રક્તદાન કરી ને આપ્યું છે.લોક કલ્યાણ ની ભાવના થી યુક્ત આ મહા અભિયાન માં રક્ત એકત્રિત કરવા હેતુ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ, રક્તદાન કેન્દ્ર ની બ્લડ બેંક થી યોગ્ય ડોક્ટરો તથા તેમની પ્રશિક્ષિત ટીમે બધા રક્તદાતાઓની તપાસ કરી અને તે ઉપરાંત જ રક્ત એકત્રિત કર્યું.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS ઈન્ડિયા કંપનીમાં વર્ષના અંતિમ દિવસે એક દુ:ખદ આગની ઘટના બની.
નવા વર્ષના તહેવારો પૂર્વે, અમદાવાદની ઇસનપુર પોલીસે ગેરકાયદેસર વેચાણના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને, માદક દ્રવ્યોના ઇન્જેક્શનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.