પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓને યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કરીને તેમાં સંશોધનો કરીને તેના તારણો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી એ વિશુદ્ધ વિજ્ઞાન છે, તેની સાચી સમજણ ખેડૂતો સુધી પહોંચશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એમ તેમણે કહ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ સંશોધન તથા વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આગ્રહી છે. ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિને તેઓ જલ્દીથી અપનાવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે મોડેલ રાજ્ય
બને એ દિશામાં સહિયારા પ્રયત્નો કરીએ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની આસપાસના વિસ્તારોમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં નિયમિત જઈને સાથોસાથ ત્યાં પણ સંશોધનો કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો હતો. અત્યારે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી એક વિષય તરીકે ભણાવાય છે. કૃષિ યુનિવર્સિટીઓએ પોતાની રીતે પ્રાકૃતિક ખેતીમાં અભ્યાસો પણ હાથ ભર્યા છે.
આ કામગીરી વધુ સુયોગ્ય, વૈજ્ઞાનિક ઢબે અને અસરકારક રીતે થાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. હિમાચલ પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, મેઘાલય અને છત્તીસગઢની રાજ્ય સરકારોના આમંત્રણથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ રાજ્યોમાં જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અનિવાર્યતા સમજાવી છે. અન્ય રાજ્યો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મદદરૂપ થવા આગળ આવવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં વિસ્તૃત સંશોધનો કરવા અને સંશોધન પેપરો લખીને સમાજ સમક્ષ મૂકવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.