ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી
બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે.
મુંબઇ : બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે. એમયુ આયોનિક સોલ્યુશન્સ (MUIS) એ મિત્સુબિશિ કેમિકલ કૉર્પોરેશન તથા યુબીએ કૉર્પોરેશનની સંયુક્ત સાહસ કંપની છે અને તે જાપાનીસ ઉદ્યોગગૃહ મિત્સુબિશિ કેમિકલ ગ્રુપની કંપની છે. આ જૂથ લિથિયમ-આયોન બૅટરીમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇટ્સના ક્ષેત્રમાં દુનિયાની ટોચની કંપનીઓ પૈકી એક છે, જે 30 વર્ષ કરતાં વધુ સમયનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપનીના પાંચ ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પ્લાન્ટ જાપાન, અમેરિકા, યુકે તથા ચીનમાં આવેલા છે.
આ સમજૂતીની શરતો મુજબ, ભારતમાં નિઓજેનના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સના ઉત્પાદન માટે MUIS પાસેથી પ્રોપ્રાઇટરી અને કોન્ફિડેન્શિયલ ઉત્પાદન ટેકનોલોજી માટે લાઇસન્સ મેળવશે. કંપની આ માટે પ્રતિ વર્ષ 30,000 MT સુધીના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. નિઓજેન ઇલેક્ટ્રોલાઇટ્સના આ ઉત્પાદન દ્વારા ભારતમાં લિથિયમ-આયોન સેલના ઉત્પાદકોની વધતી માંગને પહોંચી વળવામાં આવશે. આ સમજૂતી દ્વારા નિઓજેન એ સુનિશ્ચિત કરશે કે ઉત્પાદન પ્લાન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ્સનાં ઉત્પાદનમાં ગુણવત્તા, વિશ્વસનીયતા, સલામતી અને કાર્યક્ષમતાનાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણો જળવાય. તેનાથી નિઓજેનને લિથિયમ આયોન બૅટરી ઉત્પાદકો સાથે મંજૂરી મેળવવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળશે. MUIS દ્વારા આવા પ્રકારનું પ્રથમ લાઇસન્સ મેળવવા બદલ તથા વિશ્વમાં ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન ટેકનોલોજીનો ભાગ બનવા બદલ નિઓજેન ગૌરવ અનુભવે છે.
આ અંગે પ્રતિભાવ આપતા નિઓજેનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. હરિન કાનાણીએ કહ્યું કે:
“ભારતમાં લિથિયમ-આયોન બૅટરી કેમિકલના ક્ષેત્રમાં અમારી પ્રગતિને ઝડપી બનાવવા ઇલેક્ટ્રોલાઇટ્સના વૈશ્વિક અગ્રણી સાથે સમજૂતી કરતા અમને આનંદ થાય છે. MUIS દ્વારા અમારા ઉપર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તે બદલ અમે તેમના આભારી છીએ. જૂથનો ત્રણ દાયકાનો ઇલેક્ટ્રોસ્ટાઇલ ઉત્પાદનનો અનુભવ નિઓજેનને ભારતમાં તેના મંજૂર થયેલા આધુનિક અને વૈશ્વિક ગુણવત્તા ધરાવતા ઇલેક્ટ્રોલાઇટ પ્લાન્ટમાં અત્યંત લાભદાયક રહેશે. આ સમજૂતી સાથે અમારી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી ધરાવતી સૌપ્રથમ ભારતીય કંપની બનશે જે લિથિયમ-આયોન બૅટરીના સ્કેલ માટે ઇલેક્ટ્રોલાઇટ્સનું ઉત્પાદન કરશે. તેનાથી અમને ભારતીય ગ્રાહકોનો આત્મવિશ્વાસ
વધારવામાં મદદ મળશે.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.