નેપાળ પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સુક : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જાણવા રાજ્યપાલના કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે.
નેપાળના કૃષિ અર્થશાસ્ત્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને નેપાળ સરકારના કૃષિ અને પશુધન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેના લાભોની જાણકારી મેળવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, નેપાળ પણ રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઇચ્છુક છે.
નેપાળના પ્રધાનમંત્રી રાસાયણિક ખાતર માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું સૂચન કર્યું હતું અને એ માટે જરૂરી માર્ગદર્શન આપવાની પણ તૈયારી દર્શાવી હતી. આ સંદર્ભે ભારત સરકારના વિદેશ મંત્રાલયના માધ્યમથી નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી મેળવવા ભારત આવ્યું છે.
આજે કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નેપાળના પ્રતિનિધિ મંડળને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિગતવાર જાણકારી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હરિ ઓમે પણ ટેકનિકલ જાણકારી આપી હતી. પ્રતિનિધિ મંડળે આજે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.