વડોદરા મધ્યસ્થ બસ ડેપો ખાતેથી નવીન ૫૧ બસોનું હર્ષ સંઘવીના હસ્તે અપાઈ લીલીઝંડી
લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં કુલ ૫૧ બસોની ભેટ મળી રહી છે. આ અન્વયે વડોદરા મધ્યસ્થ બસ ડેપોથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વડોદરા : લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં કુલ ૫૧ બસોની ભેટ મળી રહી છે. આ અન્વયે વડોદરા મધ્યસ્થ બસ ડેપોથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમ્યાન નવીન સુપર અને સ્લીપર બસોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત ૫૧ બસને લીલી ઝંડી આપ્યા બાદ મંત્રી શ્રી એ આગામી કાર્યક્રમના સ્થળ સુધી નવીન બસમાં સવારી કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાને કુલ છ સુપર બસ પૈકી કરજણ ડેપોને વડોદરા થી શિરપુર અને શિરપુર થી વડોદરા રૂટની બસ, પાદરા ડેપોને પાદરા થી રાજકોટ રૂટની બસ, ડભોઇ ડેપોને વડોદરા - સુરત - અમદાવાદ રૂટની બસ અને વડોદરા ડેપોને વડોદરા થી સુન્ધામાતા માટેની અપ-ડાઉન બસ મળી છે. જ્યારે વડોદરાના છોટાઉદેપુર ડેપોને વાંકાનેર થી છોટાઉદેપુરની અપ-ડાઉન સ્લીપર બસ મળી છે.
આ કાર્યક્રમમાં વિધાનસભા મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, મેયર શ્રીમતી પીન્કીબેન સોની, ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડીયા, અગ્રણી ડૉ. વિજય શાહ, મહા નગરપાલિકા કમિશનર શ્રી દિલીપ રાણા, કલેકટર શ્રી અતુલ ગોર,પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરા, જી.એસ.આર.ટી.સી. ના અધિકારીગણ, પદાધિકારીઓ અને મહાનુભાવોશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અમદાવાદની જાણીતી હોસ્પિટલની આસપાસના બહાર આવેલા કૌભાંડમાં, ડો. પ્રશાંતને સેશન કોર્ટ દ્વારા 14 દિવસની પ્રારંભિક વિનંતી છતાં 7 દિવસના રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે.
સુરતમાં માનવભક્ષી દીપડાને ‘આજીવન કેદ’નું અનોખું સ્વરૂપ આપવામાં આવ્યું છે. માંડવી વિસ્તારમાં પકડાયેલો આ દીપડો હવે ઝંખવાવના નવા પુનર્વસન કેન્દ્રનો પ્રથમ નિવાસી છે,
પાટણનો એક યુવક તાજેતરમાં ઉજ્જૈનથી કન્યા લાવવા માટે 3.60 લાખ રૂપિયાનો નોંધપાત્ર ખર્ચ કરીને લગ્ન કૌભાંડમાં છેતરાયો હતો.