નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો
ભારતબેન્ઝ અત્યંત સક્ષમ કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્ર માટેની હેવી-ડ્યૂટી રેન્જ માટે ઓળખાય છે, જે ‘ટોર્કશિફ્ટ’નો ઉમેરો કરીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે.
ચેન્નઇ : ડેઇમલર ટ્રેક AG (“ડેઇમલર ટ્રક”)ની સંપૂર્ણ માલિકીના ડેઇમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ આજે એક જ ગ્રાહક પાસેથી 3532CM માઇનિંગ ટિપર્સના 80 યુનિટ્સનો પહેલો ઓર્ડર મેળવવાની સાથે જ વૈશ્વિક સ્તરે સાબિત થયેલા 12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT)થી સજ્જ થયેલા ભારતબેન્ઝ હેવી-ડ્યૂટી ટ્રક (HDT)ને બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. ભારતબેન્ઝ અત્યંત સક્ષમ કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્ર માટેની હેવી-ડ્યૂટી રેન્જ માટે ઓળખાય છે, જે ‘ટોર્કશિફ્ટ’નો ઉમેરો કરીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે.
12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) ભારતબેન્ઝ રેન્જમાં ‘ટોર્કશિફ્ટ’ તરીકે ઓળખાતાં ટ્રકે હજારો મર્સિડિઝ-બેન્ઝમાં વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે. ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે જાણિતું ટ્રાન્સમિશન 4032T, 5532TS, 5532T, 2832CM અને ફ્લેગશિપ મોડલ 3532CM સહિત લેટેસ્ટ ભારતબેન્ઝ મોડલ્સમાં ઉપલબ્ધ બનશે. પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી શ્રીરામ વેંકટેશ્વરને જણાવ્યું હતું કે, “હેવી-ડ્યૂટી કન્સ્ટ્રક્શન અને માઇનિંગ (CM) ટ્રક” અમારી સંખ્યાબંધ ક્ષમતાઓ પૈકી એક છે અને અમે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉપસ્થિતિ ધરાવીએ છીએ. અમારા CM પોર્ટફોલિયોમાં નવા 12- સ્પીડ AMT સાથે ગ્રાહકોને તેની કામગીરીઓમાં ઉત્પાદકતાના સુધારાનો નોંધપાત્ર લાભ અને મહત્ત્વપૂર્ણ બચત જોવા મળશે કારણ કે તેમની સમગ્ર ફ્લીટની એકંદર કાર્યક્ષમતામાં સુધારો થશે. 3532CM ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટ્રકની ડિલિવરી શરૂ કરી દેવામાં આવી છે અને વ્હિકલ્સને પહેલેથી જ વિવિધ કામગીરીમાં રોકવામાં આવ્યાં છે. અમે ટ્રેક્ટર ટ્રેઇલર્સમાં (TT)માં પણ AMT ઉપલબ્ધ કરીશું, જે માત્ર વ્હિકલ્સની ઉત્પાદકતામાં જ વધારો કરશે નહીં પરંતુ માર્ગ સલામતી સુધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અમે જોઈ રહ્યાં છે કે આ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ ઝડપથી વધારો થવાના કારણે ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જ અમારા લાંબા અંતરના લોજિસ્ટિક્સ ગ્રાહકોના મૂલ્યમાં ખૂબ જ વધારો કરશે. મર્સિડિઝ-બેન્ઝમાંથી અપનાવવામાં આવેલી અમારી AMT ટેક્નોલોજી તેના માલિકો કુલ ખર્ચની દ્રષ્ટીએ સતત લાભદાયક સાબિત થાય છે. અમારા માઇનિંગ ટ્રિપર્સ, સરફેસ ટ્રિપર્સ અને ટ્રેક્ટર ટ્રેઇલર્સ થકી અદ્રિતીય મૂલ્ય ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય પરિસ્થિતિ મુજબ આદર્શ રીતે અનુકૂળ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.”
ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જ તેના સરળ, જર્ક-ફ્રી ગીયર શિફ્ટિંગ અને નોંધપાત્ર રીતે ઝડપી શિફ્ટ ટાઇમ સાથે શ્રેષ્ઠ કક્ષાની ડ્રાઇવિંગ કમ્ફર્ટ પૂરી પાડે છે, જે વાહનની ચલાવવાની ક્ષમતામાં ખૂબ જ વધારો કરે છે. સ્ટીયરિંગ કોલમમાં શિફ્ટ લીવરનું જોડાણ માત્ર કેબિનની અંદર અર્ગોનોમિક્સમાં જ વધારો કરતું નથી પરંતુ તે કેબિનને અવાજ અને ગરમીથી અલગ પાડવામાં પણ મદદ કરે છે, જે વધુ આરામદાયક ડ્રાઇવની ખાતરી પૂરી પાડે છે.
ડેઇમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સના પ્રેસિડન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર શ્રી પ્રદીપ કુમાર થિમૈયાને જણાવ્યું હતું કે, “12-સ્પીડ AMT ભારત પ્રોડક્ટ એન્જિનિયરિંગ ખાતે અમારી એક મોટી જીત છે કારણ કે અમે ખૂબ જ ઝિણવટપૂર્વક કરેલા આયોજન અને એડેપ્ટિવ એન્જિનિયરિંગ બાદ અમે અમારા ભારતબેન્ઝ પોર્ટફોલિયોમાં આ ટ્રાન્સમિશન રજૂ કર્યુ છે, જે ડેવલપમેન્ટ લઘુત્તમ કોસ્ટ સુનિશ્ચિત કરે છે. મર્સિડિઝ-બેન્ઝ AMT જેવી ગ્લોબલ ટેક્નોલોજીને અમારા ટ્રકની ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જમાં ખૂબ જ સારી રીતે સંકલિત કરવામાં આવી છે, જે બજારમાં અમારા ગ્રાહકોની જરૂરિયાત ધ્યાનમાં રાખે છે. આ ટેક્નોલોજી ડ્રાઇવિંગ સ્ટ્રેસ ઘટાડવા અને નોંધપાત્ર રીતે ઊચ્ચ ફ્યુઅલ કાર્યક્ષમતા સાથે ઝડપી ટર્નઅરાઉન્ડ સુનિશ્ચિત કરવા ડિઝાઇન કરવામાં આવી છે. ટોર્કશિફ્ટને મેઇન્ટેનન્સ લઘુત્તમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે અમારા ગ્રાહકો માટે માલિકીના કુલ ખર્ચમાં નોંધપાત્ર રીતે સુધારો કરે છે. આ બાબત માત્ર યોગ્ય રીતે એન્જિનિયર્ડ કરવાના અને સેઇફ પ્રોડક્ટ ડિલીવર કરવાના અમારા ઇરાદા સાથે જ સુસંગત નથી પરંતુ તે અમારા ગ્રાહકના વેપારમાં અસાધારણ મૂલ્યનો પણ ઉમેરો કરે છે.”
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.