ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામ સહિત અન્ય પાંચ કેન્દ્રોમાં નવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામમાં નજીકના ગામોમાં અન્ય પાંચ કેન્દ્રો સાથે નવા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ગ્રામજનોને પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સુખાકારી સેવાઓ પ્રદાન કરશે. અહીં કેન્દ્ર અને તેના ફાયદા વિશે વધુ વાંચો.
ચાણસ્મા(પ્રતિનિધિ નીતિન ઠાકર): ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નું લોકાર્પણ તેમજ અન્ય પાંચ વેલનેસ સેન્ટરોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે અંદાજિત રૂપિયા બે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય પાંચ જેટલા વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે તેમનું આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય ને લગતી સેવાઓ સારી મળી રહેતી હેતુથી સરકાર ઉમદા કાર્યો કરી રહી છે તેમજ ગામડાના છેવાડાના માનવીને તુરંત જ આરોગ્ય ને લગતી સુવિધા મળી રહે તેવા હેતુથી હેલ્થ એન્ડ વેલને સેન્ટર ઉપલબ્ધ કરાવ્યા છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં યુવાનો તેમજ વડીલોમાં વ્યસન નું પ્રમાણ વધી રહ્યું છે જે વ્યસનને આપણે ત્યજવાની અને વ્યસન મુક્ત ભારત દેશ બનાવવાની ઝાઝી જરૂરિયાત ઊભી થઈ છે જેથી કરીને આપણું ભારત વ્યસન મુક્ત ભારત બને તેમ જ યુવાનોને જણાવ્યું હતું કે આપણું દિલ રંગીલું હોવું જોઈએ દાંત નહીં જેથી વ્યસન મુક્ત થાઓ અને સૂરીલી જિંદગી જીવો તેમ જણાવ્યું હતું.
તેમજ અત્રે યોજાયેલ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં બીપી તેમજ ડાયાબિટીસનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આપણે સ્વચ્છાએ આપણે નજીકના આવેલ સેન્ટરમાં જઈ ડોક્ટરને મળી અને રોજ આપણી તપાસ કરાવી જોઈએ જેથી કરીને આપણું આરોગ્ય જળવાઈ રહે પત્ર યોજાયેલ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નરોત્તમ દાસ પટેલ. પૂર્વ કેબિનેટ મંત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મુકેશભાઈ પટેલ ઉર્ફે દાઢી, કિરણભાઈ જાની સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.
મહેસાણા જિલ્લાના દાવડા ગામની સીમમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ટ્રેક કરીને એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી હતી,
પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.