અમદાવાદમાં રખડતા ઢોરને લઈને નવી પોલીસી
પશુપાલન વ્યવસાયના માટે લાયસન્સ લેવું ફરજિયાત અને પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની રહેશે મુદ્દત, 3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે
અમદાવાદઃ ગુજરાતમાં હવે રખડતા ઢોરનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી રસ્તે જતાં રાહદારીઓ તેમજ વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તેમજ મોતને ભેટે છે આવી અનેક ઘટનાઓ આપણી સામે આવી છે. ત્યારબાદ હવે અમદાવાદમાં રખડતાં ઢોરને લઈને નવી પોલીસી તૈયાર કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢ્યા બાદ શાસકો તરફથી નવી પોલીસી તૈયાર કરી છે.
AMC એ જે નવી પોલીસી બનાવી છે. તે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજિયાત લાયસન્સ અને પરમીટ લેવાની જવાબદારી રહેશે. ધંધાકીય હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું હવેથી ફરજિયાત બનશે. આ માટે ઢોર માલિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેના માટેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. જો લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલ સંખ્યામાંથી વધુ ઢોર હશે તો ઢોર માલિક સામે દંડનીય કાર્યવાહી થશે. ઢોર માલિકોએ 3 વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.
ગૌશાળા અને પાંજરાપોળ તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ તેમજ પરમીટ લેવાના રહેશે.પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે.આગામી મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામા આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ રાખવાનું રહેશે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. હવે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવાશે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ એએમસી સીએનસીડી વિભાગે નવી પોલીસી તૈયાર કરી છે. જોકે આખરી નિર્ણય આગામી મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામા આવશે. શહેરમાં હાલ 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં 24 કલાક કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.