નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે
રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે.
રાજપીપલા : રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે. આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત કુલ ૫૫૯૦૦ જેટલા બાળકોને જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.
પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવશે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસ, ફીમેલ હેલ્થ વર્કસ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખાબારી યાદીમાં જણાવાયું છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં તબીબી બેદરકારીના કારણે બે દર્દીઓના મોત થયા હતા
અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, જ્યાં સિંહોએ હવે પોતાનું ઘર બનાવ્યું છે.
મહેસાણા જિલ્લામાં, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) યોજના અંગે એક મોટું અપડેટ સપાટી પર આવ્યું છે, જેમાં 20 હોસ્પિટલોમાં ગેરરીતિ છતી થઈ છે.