ટેક્નોલોજી દ્વારા આરોગ્ય-સુખાકારીમાં આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે નોઇસની ભાગીદારી
આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સના ગ્રાહકોને નોઈસેની ઓફરો, જેવી કે, કેટલાક ખાસ પ્રીમિયમ મોડલ સહિતની કેટલીક પ્રોડક્ટ કેટેગરીઓમાં ખાસ ડિસ્કાઉન્ટના લાભ મળશે.
મુંબઈ : ભારતની અગ્રણી સ્માર્ટવોચ કંપની તથા કનેક્ટેડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ કંપની નોઈસ દ્વારા આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL)ના હેલ્થ ઇન્શ્યોરન્સના સંયુક્ત સાહસ એવા આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ કં.લિ. (ABHICL) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતમાં વિવિધતાસભર આર્થિક સેવાઓના ક્ષેત્રમાં એક અગ્રણી કંપની છે.
ABHICLના પૉલિસી-ધારકોના ડિજિટલ કામગીરીના અનુભવને સુધારવા-વધારવાનો તથા તેમને પોતાની આરોગ્ય તથા ફિટનેસને લગતી પ્રવૃત્તિઓ ચલાવવામાં ટેક્નોલોજી આધારિત સોલ્યુશન પૂરું પાડીને વધારે સારા આરોગ્યપ્રદ જીવનના પ્રવાસમાં મદદરૂપ નીવડવાનો તેનો હેતુ છે.
આ સહયોગના પરિણામે ABHICLના વર્તમાન ગ્રાહકોને તેમની એક્ટિવ-હેલ્થ એપને કોઈ વિઘ્ન વિના જ પોતાના નોઈસે-વેરેબલ્સને સિંક્રનાઇઝ કરવામાં સરળતા રહેશે.
આ સહયોગના પગલે, તેમની દૈનિક ફિટનેસ કામગીરીનું મોનિટરિંગ તેઓ કરી શકશે, ને હેલ્થરિટર્ન્સ™ તરીકે તેઓ પ્રીમિયમ કેશબેક મેળવી શકશે. ABHICLને એકવાર એક્ટિવ હેલ્થ એપમાં ઇન્ટિગ્રેટ કરી દીધા પછી ABHICL વ્યક્તિગત ભલામણો તથા આરોગ્યને લગતી બાબતોની ટકોર કરશે, જેથી ગ્રાહકોને પોતાના ફિટનેસ લેવલને ટ્રેક કરવામાં, પોતાનું આરોગ્ય સુધારવામાં તથા રિવોર્ડ મેળવવામાં અને પોતાના ઇન્શ્યોરરના મુખ્ય સિદ્ધાંતોની બરાબરીમાં રહેવામાં મદદ મળશે.
આજના ઉછાળામાં બજારમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારે સપ્તાહની ઉંચી નોંધ પર શરૂઆત કરી હતી. બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, પ્રભાવશાળી લાભો સાથે દિવસની શરૂઆત કરી
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.