હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ
CSC, E-Gram, N-Code એજન્સીના તાલુકા કિઓસ્ક પરથી બનતુ કાર્ડ હવેથી કોઈ પણ લાભાર્થી અને પરિવારના સભ્યોનું BIS એપ્લીકેશન ૨.૦ નવું વર્ઝન પરથી આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા બનાવી શકશે.
રાજપીપલા : રાજય સરકારે અમલમાં મુકેલ મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય યોજના અંતર્ગત તેમજ ગ્રામ્ય-શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજીક, આર્થિક અને જાતી આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં સમાવિષ્ટ પરિવારો (SECC) પરિવારોને રૂ ૫(પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. જેમાં પ્રાથમિક,સેકન્ડરી, ભીર બીમારીઓની નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેશ સારવાર મળવા પાત્ર છે. આ યોજના અંતર્ગત અધ્યતન સુવિધાવાળી સરકારી, અર્ધસરકારી, ટ્રસ્ટ હોસ્પિટલ, યોજનામાં સલગ્ન ખાનગી હોસ્પિટલો મફતમાં સારવાર મળવા પાત્ર છે.
આયુષ્યમાન ભારત યોજના અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢક માહિતી આપતા જણાવ્યું કે, અગાઉ CSC, E-Gram, N-Code એજન્સીના તાલુકા કિઓસ્ક પરથી કાર્ડ બનતું હતું. હવેથી કોઈ પણ લાભાર્થી BIS એપ્લીકેશન ૨.૦ નવું વર્ઝન આવવાથી ઘરે બેઠા પોતાનું
અને તેઓના પરિવારના સભ્યોનું આયુષ્યમાન કાર્ડ ઘરે બનાવી શકે છે. તેમજ હાલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પરિવાર દીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.
વધુમાં જણાવ્યું કે, રાશન લેતા એન.એફ.એસ.એ.ના કુટુંબનો રાશનકાર્ડ ધારકો સરળતાથી PMJAY યોજનાનો લાભ લઈ શકે છે. જેના માટે પી.એમ.જે.એ.વાય-મા યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS ૨.૦ એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ સૌ પ્રથમ google play Store પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરવી અથવા ઓનલાઈન https://beneficiary.nha.gov.in વેબ સાઈટ પરથી પણ કરી શકાય છે. યુઝર લૉગિન માટે પોતાનો મોબાઈલ નંબર થકી અને તેના પર મળેલ OTP થકી લૉગિન કરી શકાય છે. જેમાં નામ/આધારકાર્ડ નંબર રેશનકાર્ડ થકી પાત્રતા ચકાસવાની હોય છે ત્યારબાદ રાશન લેતાં એન.એફ.એસ.એ.નો કુટુંબનો રાશનકાર્ડનો નંબર ફેમિલી આ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબનાં તમામ સભ્યોની વિગતો બતાવશે. ત્યારબાદ પાત્રતા ધરાવતા લાભાર્થી થકી પોતાના તેમજ પરિવારના બાકી રહેલ સભ્યોની વિગતો આધાર E-KYC (જેવા કે આધાર OTP થકી/અંગૂઠાની છાપ થકી/FACE Reader થકી) એન્ટ્રી કરી શકે છે. આ બધી જરૂરી વિગતો ભરી/OTP વગેરે વેરિફાઇડ કરી મોબાઈલમાં તમારો ફોટો પાડી અપલોડ કરવાનો હોય છે ત્યારબાદ તમારા વિગતોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થાય છે. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આપ તેમજ આપના પરિવારના આયુષ્યમાન કાર્ડ બે મિનિટ અંદર ડાઉનલોડ (PDF સ્વરૂપે) કરી શકશો.
વધુ માહિતી માટે તમે નજીકના આરોગ્ય કેન્દ્ર/યોજના સાથે જોડાયેલ સલગ્ન હોસ્પિટલો પર જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો. તેમજ ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર કોલ કરી માહિતી મેળવી શકો છો તેમજ આ યોજન હેઠળ વિશેષ ગાઇડલાઇન ટુક સમયમાં આપવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકે અનુરોધ કર્યો છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.