નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડનું સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ થયું
ક્લાયન્ટ સેગમેન્ટમાં સ્કેલ અને સાબિત ટ્રેક રેકોર્ડ સાથે સૌથી ઝડપથી વિકસતી વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક, પ્રમોટર તરીકે પીએજી (એક અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ) સાથે મજબૂત સંસ્થાકીય માલિકી, નુવામા ગ્રૂપમાં વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે.
દેશની અગ્રણી સંકલિત વેલ્થ અને એસેટ મેનેજમેન્ટ ફર્મ્સમાંની એક નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (“નુવામા” અથવા “ધ કંપની”) (અગાઉ એડલવાઈસ
સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી)નું આજે બંને મુખ્ય સ્થાનિક સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ થયું હતું (BSE: NUVAMA NSE: NUVAMA). (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના 3.5 કરોડ શેર).
નુવામા વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સેવાઓનો સંપૂર્ણ રેન્જ ઓફર કરે છે. કંપની સમૃદ્ધ, હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ, અલ્ટ્રા-હાઈ નેટવર્થ વ્યક્તિઓ, ફેમિલી ઓફિસો, કોર્પોરેટ અને સંસ્થાકીય ગ્રાહકો સહિત વૈવિધ્યસભર ક્લાયન્ટ બેઝને સેવાઓ આપે છે. 1993માં સ્થપાયેલ, નુવામા 30 જૂન, 2023 સુધીમાં વિશ્વભરમાં 90થી વધુ ઓફિસોમાં તેના 2,700 કર્મચારીઓના નેટવર્ક દ્વારા રૂ. 2.5 ટ્રિલિયનથી વધુ ક્લાયન્ટ એસેટનું સંચાલન કરે છે.
અગ્રણી એશિયા-કેન્દ્રિત વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પીએજી નુવામાની બહુમતી અને નિયંત્રણ ધરાવતી શેરહોલ્ડર છે, જે 56% શેર ધરાવે છે અને કંપની માટે મજબૂત સંસ્થાકીય સમર્થન તેમજ ઊંડી પ્રાદેશિક અને ક્ષેત્રની કુશળતા પ્રદાન કરે છે. આઇકોનિક બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં લિસ્ટિંગ સેરેમનીના મહત્વપૂર્ણ પ્રસંગે શ્રી બિરેન્દ્ર કુમાર (ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, નુવામા), શ્રી આશિષ કેહેર (એમડી અને સીઈઓ, નુવામા ગ્રુપ) અને શ્રી નિખિલ શ્રીવાસ્તવ (પાર્ટનર અને એમડી, હેડ ઓફ ઈન્ડિયા પ્રાઈવેટ ઈક્વિટી, પીએજી) તથા નુવામા કર્મચારીઓ અને તેના મુખ્ય ભાગીદારો ઉપસ્થિત રહ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.