નાયકાએ તેની વૃદ્ધિને વેગ આપવા નવા સિનિયર લીડર્સની નિમણૂંક કરી
આ નવા લીડર્સ કંપનીના હાલના 50 કરતાં વધુ આગેવાનોની સાથે જોડાશે અને કંપનીની પ્રગતિને ગતિ આપશે
ભારતની બ્યુટી અને ફૅશનની અગ્રણી કંપની નાયકા તેના આગામી તબક્કાના વિકાસને ગતિ આપવા ટેકનોલોજી, ફાઇનાન્સ, બિઝનેસ તથા માર્કેટિંગ ક્ષેત્રોના કેટલાક નિષ્ણાત સિનિયર આગેવાનોને આવકારે છે. આ નવા લીડર્સ કંપનીના હાલના 50 કરતાં વધુ આગેવાનોની સાથે જોડાશે અને કંપનીની પ્રગતિને ગતિ આપશે. પ્રત્યેક લીડરની પસંદગી મૅચ્યોરિટી, અનુભવ, કુશળતા તથા ઇનોવેશન અને વિકાસ માટેના પૅશન જેવા માપદંડના આધારે કરવામાં આવી છે.
નાયકાના સ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયરે નવી ટીમને આવકારતા જણાવ્યું કે, “આ પ્રત્યેક નવા લીડરને આવકારતા અમે રોમાંચિત છીએ. તેઓ તેમની ચાવીરૂપ ભૂમિકા દ્વારા કંપનીના અગત્યના બિઝનેસ અને કામગીરીને ગતિ આપશે. નાયકાની ઇકોસિસ્ટમના વ્યાપ અને કદમાં વિસ્તાર થયો છે ત્યારે તેને આ નવી લીડરશિપ ટીમ તેની ઉદ્યોગલક્ષી લાક્ષણિકતા તથા પ્રતિબદ્ધતાનો લાભ મળશે.
ટેકનોલોજી અને પ્રોડક્ટ
રાજેશ ઉપ્પલપટી ચીફ ટેકનોલોજી ઑફિસર તરીકે જોડાયા છે. તેઓ 20 વર્ષ માટે એમેઝોનમાં વિવિધ ભૂમિકા અને વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં તથા છેલ્લે ઈન્યુઇટમાં કામગીરીનો અનુભવ ધરાવે છે અને વિશાળ ટીમોનું નેતૃત્વ કરીને તેમણે મહત્વના ટેકનોલોજી પ્રોજેક્ટ્સમાં સફળ, વિશ્વસ્તરીય કામગીરી કરી બતાવી છે. અભિષેક અવસ્થી, ઈશ્વર પેરલા, ધ્રુવ માથુર તથા અમિત કુલશ્રેષ્ઠ હાલની ટેકનોલોજી લીડરશિપ ટીમમાં જોડાયા છે.
બધા સાથે મળીને વિવિધ કંપનીઓ જેવી કે વૉલમાર્ટ, એમેઝોન, મૅજિકપીન તથા એલબીબી વગેરેમાં 60 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે. સૌએ ઉત્પાદન અને એન્જિનિયરિંગમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઇનોવેશન અને ગ્રોથને ગતિ આપી છે.
ફાઇનાન્સ, લીગલ અને રેગ્યુલેટરી
નાયકા એક આગવી રીતે પોતાનો બિઝનેસ માર્ગ નિર્ધારિત કરે છે ત્યારે કંપનીના ફાઇનાન્સ, લીગલ તથા રેગ્યુલેટરી કામગીરીમાં પ્રગતિની તક અને જટિલતાઓ છે. નાયકાના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર તરીકે પી. ગણેશ ફાઇનાન્સનું નેતૃત્વ કરશે. તેઓ ટાફે ગ્રુપ, પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ગ્રુપ, ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ વગેરેમાં સીએફઓ તરીકે ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ, બિઝનેસ ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્વેસ્ટર રિલેશન્સ, બેંન્કિંગ, એમ એન્ડ એ તથા કોર્પોરેટ લૉ જેવાં વિવિધ ક્ષેત્રમાં 27 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે.
વોડાફોન આઈડિયા, શાદી(ડૉટ)કૉમ, અલ્ટ્રાટેક સીમેન્ટ, વાયકોમ18 જેવી કંપનીઓમાં કામગીરીનો 25 વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવનાર સુજીત જૈન નાયકાના ચીફ લીગલ અને રેગ્યુલેટરી ઑફિસર તરીકે કામગીરી કરશે. તેઓ લીગલ, કંપની સેક્રેટરીયલ, કોમ્પલાયન્સ અને રેગ્યુલેટરી કામગીરીઓનું નેતૃત્વ કરે છે. અશોક લેલેન્ડ, ફ્લિપકાર્ટ તથા આદિત્ય બિરલા જૂથ જેવી કંપનીઓમાં 25 વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવનાર ટી.વી.
વેંકટરમણ પણ નવી ટીમમાં જોડાયા છે અને તેઓ આંતરિક ઑડિટ અને રિસ્ક મેનેજમેન્ટ ચાર્ટરની જવાબદારી સંભાળશે.
બિઝનેસ અને રેવન્યુ
વિશાલ ગુપ્તા એક અનુભવી સિનિયર છે અને યુનિલિવર ખાતે વિવિધ ભૌગોલિક તથા બીપીસી કેટેગરીમાં 27 વર્ષ કરતાં વધુ સમયની કામગીરીનો અનુભવ ધરાવે છે. નાયકા ખાતે બ્યુટી કન્ઝ્યુમર બિઝનેસના વડા તરીકેની ભૂમિકામાં તેઓ બિઝનેસ માટે ઇનોવેશન, બ્રાન્ડ બિલ્ડિંગ, ગ્રોથ અને નફાકારકતાનું નેતૃત્વ કરશે. તેઓ નાયકાના સુપરસ્ટોર અને ઈ-B2B ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું પણ નેતૃત્વ કરશે. આ બે વ્યૂહાત્મક અને હાઈગ્રોથ બિઝનેસના વિકાસને તેઓ ગતિ આપશે.
ડૉ. સુધાકર વાય. મ્હાસ્કર ચીફ આર એન્ડ ડી તથા ક્વૉલિટી ઑફિસર તરીકે નાયકાના કન્ઝ્યુમર બિઝનેસમાં ઈનોવેશનનું નેતૃત્વ કરે છે. તેઓ યુનિલિવર અને મેરિકો ખાતે 30 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે અને પૅકેજિંગ, ગ્રાહકના પ્રતિભાવો, ગુણવત્તા અને ટેકનિકલ રેગ્યુલેશન્સ સહિત નવા ઉત્પાદન વિકાસમાં નિષ્ણાત છે. યુનિલિવર ખાતે 16 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવનાર શૈલેન્દ્ર સિંહ કેટેગરી અને બ્રાન્ડ મેનેજમેન્ટ કામગીરીમાં બ્યુટી ઈકોમર્સ બિઝનેસ માટે કામ કરશે.
માર્કેટિંગ અને કન્ઝ્યુમર ગ્રોથ
પરફોર્મન્સ માર્કેટિંગના લીડર તરીકે સુધાંશ કુમાર, કસ્ટમર લાઇફસાયકલ મેનેજમેન્ટના લીડર તરીકે પ્રિયા બેલ્લુબી તથા કન્ટેન્ટ ચાર્ટરના લીડર તરીકે સુચિતા સલવાન જોડાતાં નાયકાની લિડરશિપ ટીમ વધારે મજબૂત બની છે. આ સૌ સાથે મળીને એમેઝોન, મિન્ત્રા, લિવસ્પેસ, હૉટસ્ટાર તથા એલબીબી સહિત ડિજિટલ આધારિત કંપનીઓમાં 40 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે. આ નવી નિયુક્તિઓ નાયકાની ગ્રાહકો પ્રત્યેની માર્કેટિંગ વ્યૂહરચનાની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે વિકાસ અને વિશ્વસનીયતાને નિરંતર રાખે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.