AAP, BJPના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા
આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા. ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫,૦૦૦થી વધુ વોટ મેળવનાર શ્રી અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫૦૦૦થી વધુ વોટ મેળવનાર શ્રી અર્જુનભાઈ રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી શ્રી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારીશ્રી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જશ્રી શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખશ્રી વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રીશ્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખશ્રી શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
ભાજપમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી સોલંકી હેમરાજજી મુળજી, ભાજપના આગેવાનશ્રીઓ શ્રી ઉપલાણા અશોકભાઈ, શ્રી પરેશભાઈ ચૌધરી, શ્રી લાલજીભાઈ ચૌધરી, શ્રી ધવલભાઈ ચૌધરી, શ્રી વિજયભાઈ રાજપુત, શ્રી પ્રતાપજી રાજપુત, શ્રી કોમલબેન ચાવડા સહિત ભાજપના આગેવાનો પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.
ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષશ્રી આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલ ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારશ્રીઓ અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે. ભાજપના કુશાસનમાં યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ગુજરાતના લોકોના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી હોઈ જનહિતમાં ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના લોકોએ સમગ્ર પક્ષને કોંગ્રેસમાં વિલીન કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.