ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિતઃ 14 જાન્યુઆરી સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો આ મુજબ છે.
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17.12.2023, 24.12.2023, 31.12.2023, 07.01.2024 અને 14.01.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14.12.2023, 21.12.2023, 28.12.2023, 04.01.2024 અને 11.01.2024 ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે નવો ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ 2025 સરકારને સુનાવણી, પુરાવા અથવા અપીલ વિના વિદેશીઓને હેરાન કરવાની, કેદ કરવાની અને દેશનિકાલ કરવાની સત્તા આપે છે. તેમણે તેને ગેરબંધારણીય, ખતરનાક અને સરમુખત્યારશાહી ગણાવી છે.
દિલ્હીના સીલમપુરમાં ૧૭ વર્ષના કુણાલની હત્યાના મામલે સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન, તેને મોટી સફળતા મળી છે. પોલીસે પોતાને લેડી ડોન કહેતી ઝીકરા સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.
રાજસ્થાનના રાજસમંદમાં ટ્રક-બસની ભયાનક ટક્કરમાં 37 લોકો ઇજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર. અકસ્માતની વિગતો, વાયરલ વીડિયો અને રાહત કાર્યની તાજી માહિતી જાણો.