10 મે ના રોજ પશ્ચિમ રેલવે અમદાવાદ અને પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પુરી-પાલધી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પુરી-પાલધી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09453 અમદાવાદ-પુરી સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 19.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 13.30 કલાકે પુરી પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09454 પુરી-પાલધી સ્પેશિયલ પુરીથી રવિવારે 12 મે 2024ના રોજ 16.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00.45 કલાકે પાલધી પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં જલગાંવ, ભુસાવલ, શેગાંવ, અકોલા, વર્ધા, નાગપુર, તુમસર રોડ, ગોંદિયા, દુર્ગ, રાયપુર, લખૌલી, મહાસમુંદ, ખરિયાર રોડ, કાંટાબંજી, ટિટિલાંગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબ્બિલિ, વિજયનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, છતરપુર, ખુર્દા રોડ અને સાક્ષીગોપાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 20 કોચ સ્લીપર ક્લાસના હશે.
ટ્રેન નંબર 09453 અમદાવાદ-પુરી સ્પેશિયલને વડોદરા, સુરત, ઉધના અને નંદુરબાર સ્ટેશન પર અતિરિક્ત સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 09453 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈ આર સી ટી સી ની વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.