16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શનમાં આ પખવાડિયાના પહેલા દિવસ 16.09.2023ને ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’ રૂપે ઊજવવામાં આવ્યો. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આ પખવાડિયાના પહેલા દિવસે મંડળના તમામ સ્ટેશનો, કાર્યાલયો, ડિસ્પેન્સરી, હોસ્પિટલો તથા કોચિંગ ડેપોમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ શપથ લીધા. તમામ કર્મચારીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો.
મંડળના તમામ સ્ટેશનો પર કર્મચારીઓ અને કોન્ટેક્ટ ક્લીનિંગ સ્ટાફને સ્વચ્છતાના શપથ લેવડાવવાની કામગીરી સ્ટેશન માસ્ટરે કરી. શપથ ગ્રહણ સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઇ ગઇ છે, હવે દરરોજ અલગ અલગ થીમ પર ખાસ સાફસફાઇ દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઊજવવામાં આવશે. સ્ટેશનો પર ઉદ્ઘોષણા પદ્ધતિ દ્વારા સતત સ્વચ્છતા સંબંધિત ઉદ્ઘોષણા કરવામાં આવે છે, જેથી યાત્રીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ આવે.
અમદાવાદ મંડળના અમદાવાદ (કાળુપુર) રેલવે સ્ટેશને યાત્રીઓ તેમ જ રેલ કર્મચારીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા માટે શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે