શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર, શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીએ ફાળો અર્પણ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં.
આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાન નું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.
મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યું હતું.આ વેળાએ જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ તથા અન્ય અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી