મતદાનના દિવસે મતદારોને આંગળી પર મતદાન કરેલ નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મતદાન પ્રક્રિયામાં જિલ્લાના મતદારો ભાગ લઈને પોતાનો કિંમતી મત આપીને જિલ્લામાં નોંધપાત્ર મતદાન થાય તે માટે આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાથો સાથ ચૂંટણી તંત્રના મતદાન જાગૃતિના આ પ્રયાસોને આણંદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. આણંદ વિધાનસભા મતવિસ્તારમાં આણંદ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન તરફથી મતદાનના દિવસ એટલે કે તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન કરનાર મતદારોની આંગળી પર મત આપેલ શાહીનું નિશન બતાવીને દવાઓના બિલ પર ૭ ટકા જેટલું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
લોકશાહીના મહાપર્વની આ ઉજવણીમાં અત્યાર સુધી માત્ર જિલ્લા ચૂંટણી તંત્ર જ મતદાર જાગૃતિના પ્રયાસ કરી રહ્યું હતું. પરંતું ચૂંટણી તંત્રની સાથેસાથે હવે દવાની દુકાન ધરાવતા વેપારીમંડળ દ્વારા આ પ્રકારની મતદાન જાગૃતિની નૈતિક પહેલ શરૂ કરતાં તેમણે લોકશાહી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરીને પોતાની પ્રવિત્ર ફરજ બજાવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.