ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આઝાદીની ચળવળમાં ‘ઇન્દુચાચા’એ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના કારણે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા, વિધાનસભાના, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.