અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રતજી
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું 'વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન.
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે આ રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું.
શિક્ષકોના પ્રશિક્ષણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદના પશ્ચિમ ક્ષેત્રના છ રાજ્યો; છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ; દાદરા, નગર હવેલી, દમણ અને દીવથી પધારેલા શિક્ષણવિદ્, નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રમાં સૌ પથમ વખત શિક્ષણ ક્ષેત્રે આટલી ગંભીરતાપૂર્વક ચિંતન કરવામાં આવી રહ્યું છે.
નવી શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ વખતે અનુભૂતિ થઈ છે કે, ભારતની યુવા પેઢીને આપણે અત્યાર સુધી શિક્ષણ નહીં માત્ર માહિતી જ આપી રહ્યા છીએ. આ દિશામાં હવે અત્યંત ગંભીરતાપૂર્વક ચિંતન શરૂ થયું છે તે ભારતનું સૌભાગ્ય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ શિક્ષક-આચાર્ય છે. 30 વર્ષો સુધી તેમણે બાળકો ભણાવ્યા છે. બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં શિક્ષણવિદ્દોને સંબોધતાં તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત@2047; આ બંને મિશનનો મૂળ ઉદ્દેશ્ય એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે જ્યાં સૌ સુખી અને આનંદિત હોય અને આપણે ભારતના નાગરિકો ગરીમાપૂર્ણ જીવન જીવીએ. સમજદાર એ છે જે જમાના સાથે પોતાની જાતને બદલે છે. આપણે વર્તમાન સમાજની આવશ્યકતા અનુસાર આપણી યુવા પેઢીને તૈયાર કરવાની છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સમાજની રચનામાં શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જો શિક્ષક પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવે, તો તે રાષ્ટ્ર નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે. પરંતુ જો શિક્ષક પોતે જ જ્ઞાનના દીપકની જેમ પ્રકાશિત ન થાય, તો તે બીજાને પ્રકાશ કેવી રીતે આપશે ?
તેમણે કહ્યું કે, જો એક શિક્ષક નશો કરે, ધૂમ્રપાન કરે, અથવા અસત્ય બોલે, તો તેના શિષ્યો તેની પાસેથી શું શીખશે? પ્રખ્યાત માનસશાસ્ત્રી સિગમંડ ફ્રોઈડનું કહેવું છે કે, બાળક ભાષણથી નહીં, પરંતુ અવલોકનથી શીખે છે. તે તેના ગુરુના આચરણ, પહેરવેશ, વાતચીત અને વ્યવહારથી પ્રભાવિત થાય છે. પરંતુ આપણે ઘણીવાર આ વિચારીને ભૂલ કરી બેસીએ છીએ કે બાળક કંઈ સમજી શકતું નથી. હકીકતમાં, બાળકનું મગજ એક કોરા કાગળની જેમ હોય છે, જેમાં જે લખાય, તે ઊંડાઈથી છપાઈ જાય છે. રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષા પરિષદએ આવા શિક્ષકોના નિર્માણ માટે એક શક્તિશાળી અભિયાન ચલાવવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શિક્ષક શું શીખવે, કેવી રીતે શીખવે, શું બોલે, શું ખાય, શું વિચારે અને શાનું ચિંતન કરે. જ્યારે આ દિશામાં મજબૂત કાર્ય થશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા આપમેળે શરૂ થઈ જશે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.