ઓનિક્સ રિન્યુએબલ લિમીટેડ દ્વારા ગુજરાતમાં હાઇબ્રીડ પાર્ક અને સોલાર પાર્ક પ્રોજેક્ટના બુકિંગનો પ્રારંભ
ઓનિક્સ રિન્યુએબલ એ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ તથા ગવર્નમેન્ટ સેક્ટરમાં સર્વિસ આપતી અગ્રગણ્ય કંપની છે. ઓનિક્સ રિન્યુએબલ દ્વારા ૧૦૦ ટકા ગુણવત્તાવાળા ૭૦૦ થી વધુ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂર્ણ કરાયા છે.
રાજકોટ : ઉજ્જવળ ભવિષ્ય માટે આજના સંસાધનમાં માનતી ઓનિક્સ રિન્યુએબલ લિમીટેડ સાથે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં રોકાણ કરવા ઇચ્છનારાઓ માટે બુકિંગ ચાલુ છે. જેમાં હાઇબ્રિડ પ્રોજેક્ટ (વિન્ડ-સોલાર), સોલાર (રૂફટોપ / ગ્રાઉન્ડ માઉન્ટેડ) અને વિન્ડ (રૂફટોપ/ ગ્રાઉન્ડ માઉન્ટેડ) પ્રોજેક્ટ્સ ને આવરી લેવાયા છે. ISO 9001 : 2015 પ્રમાણિત ઓનિક્સ સોલાર રિન્યુએબલ ૧૫ થી વધુ વર્ષોની કૂશળતા, ૭૦૦ થી વધુ પ્રોજેક્ટ્સ, ૧૦૦ ટકા ગુણવતા અને HSE (હેલ્થ/સેફ્ટી/પર્યાવરણ) અનુપાલન સાથે સમૃદ્ધ ઉદ્યોગ અનુભવ ધરાવતી અગ્રણી ફાસ્ટ મૂવિંગ રિન્યુએબલ સેક્ટરની કંપનીઓમાંની એક છે અને મોટા પાવર ડિસ્ટ્રિબ્યુશન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં મજબૂત સ્થાનિક અને વૈશ્વિક હાજરી ધરાવે છે.
ઓનિક્સ રિન્યુએબલ હાઇબ્રીડ પાર્ક અને સોલાર પાર્કમાં રોકાણથી તેની અનેક વિશેષતાઓ ફાયદાઓનો લાભ મેળવી શકાય છે. જેમકે તે જમીન ભાડાપટ્ટે તથા વેચાણથી ઉપલબ્ધ છે. જેમાં ઓછા રોકાણથી ખુદનો પ્લાન્ટ મેળવી શકાય છે. અહિં ઓનલાઇન મોનીટરીંગ, સીસીટીવી કેમેરા તથા સ્ટ્રીટલાઇટ સાથેનો પાર્ક ઓનિક્સ રિન્યુએબલ દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. આ પાર્કમાં પાવર તો જનરેટ થશે એ ઉપરાંત તેમાં ફાર્મહાઉસ જેવી એમેનીટીઝ આપવામાં આવશે. જેમકે, સીસીટીવી, સ્ટ્રીટ લાઇટ, ઇલેક્ટ્રીસીટી, 24*7 સીક્યુરીટી, ઓપરેશન અને મેન્ટેનન્સ સ્ટાફ, બાઉન્ડ્રી, વોટર, ટ્રી પ્લાન્ટેશન, પાવર બેકઅપ વગેરે જેવી.
આ પ્રોજેક્ટ અંતર્ગત કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો રહેશે નહી. કન્ઝ્યુમરના વપરાશ સામે રિન્યુએબલ પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરવામાં આવશે. નિર્ધારિત ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100% રિન્યુએબલ ઊર્જા સપ્લાય કરાશે. રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આ અને આવા અનેક લાભો સાથે ઓનિક્સ રિન્યુએબલ લિમીટેડ દ્વારા વિવિધ સ્થાન સાથે તૈયાર સાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં રોકાણથી સારા વળતરની અપેક્ષા રાખી શકાય છે. આ માટે વધુ વિગત +91 99781 82477 અથવા Website: www.onixrenewable.com પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.