ઓનિક્સ સોલારે વાર્ષિક ૧૦૦ મેગાવોટ પાવર કેપેસીટીવાળા સોલાર મોડ્યુલનું ઉત્પાદન કર્યું
આજકાલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં સોલાર પેનલ્સનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. વિશાળ જમીન પર સોલાર પેનલ્સનું ગંજાવર માળખું ઊભું કરીને વીજળી પેદા કરવામાં આવે છે. તો રહેણાક વિસ્તારોમાં સોલાર રૂફટોપ પણ દેખાવા લાગ્યા છે. ત્યારે સૌરઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જતી ઓનિક્સ સોલાર દ્વારા વાર્ષિક ૧૦૦ મેગાવોટ પાવર કેપેસીટીવાળા સોલાર મોડ્યુલનું ઉત્પાદન કરી ગુજરાત સહિત ભારતભરમાં વિજળી પેદા કરવામાં એક મહત્વનું યોગદાન આપી ઐતિહાસીક સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
આવનારો સમય નિઃશંકપણે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોનો છે. આજકાલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં સોલાર પેનલ્સનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. વિશાળ જમીન પર સોલાર પેનલ્સનું ગંજાવર માળખું ઊભું કરીને વીજળી પેદા કરવામાં આવે છે. તો રહેણાક વિસ્તારોમાં સોલાર રૂફટોપ પણ દેખાવા લાગ્યા છે. ત્યારે સૌરઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જતી ઓનિક્સ સોલાર દ્વારા વાર્ષિક ૧૦૦ મેગાવોટ પાવર કેપેસીટીવાળા સોલાર મોડ્યુલ (પેનલ) નું ઉત્પાદન કરી ગુજરાત સહિત ભારતભરમાં વિજળી પેદા કરવામાં એક મહત્વનું યોગદાન આપી ઐતિહાસીક સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
આ અંગે ઓનિક્સ સોલારના ચેરમેન શ્રી દિવ્યેશભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮ થી કાર્યરત ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રા.લિ.એ સમર્થિત, સેવાઓ પ્રદાન કરવામાં જબરદસ્ત કુશળતા મેળવી છે. નવીનતા, શ્રેષ્ઠતા, માન, અખંડિતતા અને જવાબદારીનાં મુલ્યોને વરેલ ઓનિક્સ ગ્રૂપ દ્વારા એપ્રીલ ૨૦૨૩ થી સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરીંગ કાર્યરત કરાયું છે. જેમાં ૩૩૦ વોટ થી ૭૦૦ વોટ પાવર રેન્જ સુધીના મોડ્યુલનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ યુનિટની મુન્યુફેક્ચર કેપેસીટી વાર્ષિક ૧૦૦ મેગાવોટ છે. એટલેકે એક દિવસમાં ૮૫૦ સોલાર મોડ્યુલ અત્યાધુનિક મશીનરીમાં બની રહ્યા છે. તેમાં ભવિષ્યમાં ૧૨૦૦ મેગાવોટ સુધી વાર્ષિક ઉત્પાદન વધારવાનું કામ ચાલુ છે.
ઓનિક્સ સોલાર ઉત્પાદન મશીનરી અને મોડ્યુલ થી પર્યાવરણને નુક્સાન થતું નથી. સોલાર પેનલમાં ૨૫ વર્ષની વોરંટી આપવામાં આવે છે જ્યારે તેનું ઉર્જા ઉત્પાદનનું આયુષ્ય ૨૫ વર્ષ થી વધુનું છે. ઓનિક્સ સોલાર ઉર્જા ક્ષેત્રે નજીકના ભવિષ્યમાં TOPCON, M10, M12 વગેરે જેવી આધુનિક સોલાર પ્રોડ્કટનું પ્લાન્ટમાં ઉત્પાદન કરશે. સરકાર ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઓનિક્સ સોલાર તે દિશામાં સોલાર એનર્જી - રિન્યુએબલ એનર્જી સેક્ટરના તમામ નવા સેગમેન્ટમાં અગ્રણી સ્થિતિ સાથે ઉભરી રહી છે.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.
સતત ત્રીજા દિવસે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી પ્રભાવિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધઘટ ચાલુ રહી હતી.
દેશની અગ્રણી ઈલેક્ટ્રોનિક કંપની BPL ગ્રુપના સ્થાપક T. P. ગોપાલન નામ્બિયારનું ગુરુવારે નિધન થયું છે. ટીપી ગોપાલન નામ્બિયારના પરિવારજનોએ આ ખરાબ સમાચાર શેર કર્યા છે.