કેન્દ્રીય વિદ્યાલયોમાં 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023નું આયોજન
અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં આયોજિત 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023 માં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના જોઈન્ટ કમિશનર (તાલીમ) શ્રીમતી ચંદના મંડલ એ તારીખ 3 નવેમ્બર 2023 ના રોજ ઓચિંતુ નિરીક્ષણ કર્યું.
અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં આયોજિત 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023 માં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના જોઈન્ટ કમિશનર (તાલીમ) શ્રીમતી ચંદના મંડલ એ તારીખ 3 નવેમ્બર 2023 ના રોજ ઓચિંતુ નિરીક્ષણ કર્યું.
શ્રીમતી મંડલ એ રાષ્ટ્રીય રમત સ્પર્ધાનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડાની મુલાકાત લીધી. ત્યાં જઈને રમત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું અને સાથે સાથે વિદ્યાર્થીઓને આયોજન સ્થળ પર મળી રહેલી સુવિધાઓ વિશે ચર્ચા કરી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી. અમદાવાદ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવ એ તમામ અધિકારીઓ અને સ્પર્ધકો સાથે મુલાકાત કરી અને પ્રોત્સાહિત કર્યા.
આચાર્ય શ્રી અશોક કુમાર રાઠીએ આયોજનને સફળ બનાવવા માટે બધાની સાથે સતત જોડાયેલા રહ્યા. કેન્દ્રીય વિદ્યાલય ઓ.એન.જી.સી. ચાંદખેડામાં તાઈક્વોન્ડો રમતનું આયોજન થઈ રહ્યું છે જેમાં કાલે રમાયેલ મેચમાં 22-24 કિલોગ્રામ અન્ડર 14 માં આગ્રા, 24-26 કિલોગ્રામ અન્ડર 14 માં લખનઉ, 26-29 કિલોગ્રામ અંડર 14 માં દહેરાદૂન એ વિજય પ્રાપ્ત કર્યો. 42-44 કિલોગ્રામ અન્ડર 19 માં આગ્રા, 44-46 કિલોગ્રામ અન્ડર 19 માં ગુવાહાટી, 46-49 કિલોગ્રામ અન્ડર 19 માં ગુવાહાટીએ વિજય પ્રાપ્ત કર્યો.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.