એસવીઆઈટી દ્વાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિવિધ સમગ્ર ગુજરાત ની ઇજનેરી શાખાના 60 થી વધુ ફેકલ્ટીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ શ્રી આલોક કુમાર પાંડેને સંસાધન વ્યક્તિ તરીકે, શ્રી મણિલાલ અમીપરાને સહ-સુવિધાકાર તરીકે અને શ્રી હાર્દિક રાઠોડને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં શ્રી આલોક કુમાર પાંડેએ વિવિધ વિષયો જેવા કે સર્વગ્રાહી વિકાસ-શિક્ષણની ભૂમિકા, સુખ-સમૃદ્ધિ અને મનુષ્યમાં સંવાદિતાની શોધખોળ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સમાજ ઉપયોગી સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.