તિલકવાડા તાલુકાનાં ટાંકા ગામે ગામે સ્થાનિક ખેડૂતમિત્રો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન
સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.
રાજપીપલા : સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનાં ટાંકા ગામે ખેડૂતમિત્રોને કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કિસાન ગોષ્ઠી દરમિયાન ખેડૂત મહિલાઓ ૧૧ અને પુરૂષ ખેડૂતમિત્રો ૨૩ આમ, કુલ ૩૪ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા હતાં. જેમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર ચૈતન્ય ડી. પટેલ અને ફાર્મર માસ્ટર ટ્રેનર રિકેશભાઈ બારીયાએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.