ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનોને રોજબરોજ જે સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે એ માટે તેઓ સજ્જ બને એવા સકારાત્મક ઉદ્દેશથી આ હેકેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આજરોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે 9:30 વાગ્યે યોજવામાં આવેલ આંતરિક હેકાથોન કાર્યક્રમમાં 17 થીમ રાખવામાં આવી હતી અને તે માટે 120 જુથોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.તે પૈકીના 450થી પણ વધું વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.આ પૈકીના 40 જુથોની પસંદગી કરવામાં આવી હતી.
યુવાનોના મગજને સતર્ક કરતા આંતરિક હેકાથોનના સફળ આયોજન માટે કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેરે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.