એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
સેવાના આ ભગીરથ કાર્યમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી મનુભાઈ વાઘેલા,તુષાર પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે?, ક્યારે કરી શકીએ?, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
દાત્રી બ્લડ સ્ટેમ્પ સેલ ડોનર્સ તરફથી ભરતસિંહ બારીયા ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ બ્લડ સેલના માધ્યમથી કઈ રીતે દૂર કરી શકાય તે વિશેની માહિતી આપી હતી અને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , આણંદ તરફથી દેવેન્દ્રભાઈ પટેલ (ચેરમેન IRCS, આણંદ), શ્રી શૈલેષભાઈ પટેલ ( વોઇસ ચેરમેન- IRCS, આણંદ) શ્રી બ્રિજેશભાઈ પરીખ (સેક્રેટરી-IRCS, આણંદ) ડૉ.દેવેન્દ્ર સચદેવ (મેડિકલ ઓફિસર) શક્તિસિંહ વાઘેલા (ઇન્ચાર્જ-રક્તદાન શિબિર) ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ આણંદના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી રક્તદાતાઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે એસવીઆઈટીના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ની સાથે રક્તદાન કર્યું હતું અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સંસ્થાના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલે અને સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહી એન.એસ.એસ. સ્વયંસેવકો, રક્તદાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. યુનિટ) દ્વારા એન. એસ. એસ.ના સ્વયંસેવકોની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું.
ડૉ.વિકાશ અગ્રવાલ જણાવે છે કે આજરોજ આ શિબિર માં ૧૫૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ કેમ્પની વિશેષતા એ રહી કે મોટા ભાગના દાતા એવા હતા કે જેમને પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.