ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો કાંકરિયા ખાતે CPR અને ફર્સ્ટ એઈડ વર્કશોપનું આયોજન
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) કાંકરિયા ખાતે સીપીઆર સપ્તાહ અંતર્ગત સીપીઆર અને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) કાંકરિયા ખાતે સીપીઆર સપ્તાહ અંતર્ગત સીપીઆર અને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર કોચિંગ ડેપો ઓફિસર કાંકરિયા શ્રી મેઘરાજ તાતેડ સહિત તેમની ટીમના અધિકારીઓ અને સુપરવાઈઝરની ટીમ અને 75 જેટલા કર્મચારીઓ સાથે તાલીમ લીધી હતી.
એચસીજી હોસ્પિટલના ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ, ડૉ. બિનીત ઝવેરીએ બેઝિક લાઇફ સપોર્ટ (બીએલએસ) અને સીપીઆર ટેકનિકો તથા ડિવિઝનલ રેલવે હોસ્પિટલના સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર,ડૉ. સુશાંત રંજને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) ની તાલીમ આપી હતી.
ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રીમતી ડો. ભાનુમતી શેખરે જણાવ્યું હતું કે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ જીવન રક્ષક ટેકનિક છે જે કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગી હોય છે જેમાં કોઈના શ્વાસ કે હૃદયના ધબકારા બંધ થઈ જાય તો CPR આપીને લોકોના જીવ બચાવી શકાય છે. આ વર્કશોપમાં કાંકરિયા ડેપોના મોટી સંખ્યામાં રેલ્વે કામદારોએ સક્રિયપણે ભાગ લીધો હતો અધિકારીઓ અને સુપરવાઈઝર સહિત તમામ ઉપસ્થિત લોકોને સીપીઆરની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
એચસીજી હોસ્પિટલ દ્વારા તાલીમ મેળવનાર કર્મચારીઓને સહભાગીતા પ્રમાણપત્ર (Participation certificate) આપવામાં આવશે. તે ખૂબ જ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ હતો જેમાં અધિકારીઓ અને સુપરવાઈઝર સહિત તમામ ઉપસ્થિત લોકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રતિષ્ઠિત ચિકિત્સકોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપનો ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓને આવશ્યક જીવનરક્ષક કૌશલ્યથી સજ્જ કરવાનો છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.