અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’ તેમ જ સત્યનિષ્ઠાના શપથનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં મંડળના રેલવે પ્રબંધક અમદાવાદ, શ્રી સુધીર કુમાર શર્માના નિર્દેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું તેમ જ સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચારને દૂર કરવાના શપથ લેવડાવ્યા.
અમદાવાદ મંડળ ખાતે ‘રન ફોર યુનિટી’નું આયોજન 31 ઓક્ટોબર 2023ના રોજ રેલવે કર્મચારીઓ તથા રેલવે અધિકારીઓ અને તેમના પરિવાર માટે ઉસ્માનપુરા બાગથી લઇને રીવરફ્રન્ટ સુધી કરવામાં આવ્યું. મંડળના રેલવે પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ મંડલના કાર્યાલયના પ્રાંગણમાં સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચારને દૂર કરવાની શપથ અપાવતાં પોતાના સંબોધનમાં શ્રી શર્માએ તમામને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પોતાના રોજિંદા કામકાજમાં પ્રામાણિકતાના મૂલ્યોને સામેલ કરવાનો આગ્રહ કર્યો. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને ‘રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા’ને જાળવી રાખવા તથા એકબીજા સાથે ભાઇચારાથી હળીમળીને રહેવાનો અને સત્યનિષ્ઠા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા.
સરદાર પટેલની જયંતી પર અગ્રણી મંડળ કાર્મિક અધિકારી શ્રી જીતેશ અગ્રવાલે જણાવ્યું કે આપણે આપણા દેશની એકતા, સુરક્ષા અને વિકાસ માટે આપણા રોજિંદા જીવનમાં એકતા, રાષ્ટ્રની સુરક્ષા અને અખંડતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવો.
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."
સુરેન્દ્રનગરના ગેડિયા ગામે 2021માં થયેલા હનીફ ખાન અને મદીનખાનના એન્કાઉન્ટર કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRનો આદેશ આપ્યો. સમગ્ર ઘટના, કોર્ટનો નિર્ણય અને પરિવારની પ્રતિક્રિયા જાણો.