અમદાવાદ મંડળ ખાતે ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 30 ઓક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનારાા છે. અમદાવાદ મંડળ ખાતે સતર્કતા જાગરુકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 30 ઓક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનારાા છે. અમદાવાદ મંડળ ખાતે સતર્કતા જાગરુકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવે મુખ્ય કાર્યાલયના અગ્રમણી ઉપમુખ્ય સતર્કતા અધિકારી શ્રી વેદપાલ સિંહ તેમ જ સહાયક સતર્કતા અધિકારી શ્રી અરુલમણિ પૌલરાજ દ્વારા મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદ તે મજ સામાન્ય ભંડાર ડેપો સાબરમતી તથા એન્જિનિયરિંગ કારખાના તેમ જ ડીઝલ શેડ સાબરમતી ખાતે સતર્કતા સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. આમાં શ્રી વેદપાલ તેમ જ શ્રી અરુલમણિએ અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા બનાવવામાં આવેલ PIDPI નિયમોની જાણકારી આપી. આ દરમિયાન તેમણે કર્મચારીઓની ક્ષમતા વિકસાવવાનું તેમ જ કાર્યાલયના રોજિંદા કાર્યોમાં થનારા ભ્રષ્ટાચાર વિશે જાણકારી આપી.
તેમણે એ પણ જણાવ્યું કે કઇ રીતે આપણે એ ભૂલો કરવામાંથી બચી શકીએ જે ભવિષ્યમાં સતર્કતાના કિસ્સાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. સેમિનારમાં હાજર તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓએ ભ્રષ્ટાચારને મૂળમાંથી નાબૂદ કરવાનો સંકલ્પ પણ લીધો. આ સેમિનારમાં એ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી જેનાથી રેલવેની કામગીરીમાં સુધારો થઇ શકે અને રેલવે અધિકારી અને કર્મચારી નિષ્પક્ષતા અને પ્રામાણિકતાથી કામ કરી શકે.
સતર્કતા જાગરુકતા સપ્તાહ હેઠળ ‘Say No to corruption, commit to the nation’ થીમ પર કાર્મિક વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાબરમતીના જાનકી વિદ્યાલય અને નરોડાના શાલીન વિદ્યાલયના 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,