PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન
વર્કશોપ ગુજકોસ્ટ, DST અને IEEE ગુજરાત સેક્શન દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. Oizom Instruments Pvt Ltd દ્વારા બે લાખની કિંમતની IoT કિટ્સ સ્પોન્સર કરવામાં આવી હતી.
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર એક પાંચ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ ગુજકોસ્ટ, DST અને IEEE ગુજરાત સેક્શન દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. Oizom Instruments Pvt Ltd દ્વારા બે લાખની કિંમતની IoT કિટ્સ સ્પોન્સર કરવામાં આવી હતી. આ ઇવેન્ટ IEEE CS સ્ટુડન્ટ ચેપ્ટર, PDEU હેઠળ આયોજિત કરવામાં આવી હતી અને તેનું કોઓર્ડીનેશન ડૉ. પૂજા શાહ અને ડૉ. રાજીવ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈવેન્ટના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા ઓઝીઓમના કુશળ પ્રતિનિધિ અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રુચિક જાનીએ કરી હતી. હવાની ગુણવત્તાના ડેટા વિશ્લેષણના નિષ્ણાત, તેમણે જાહેર આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે હવાની ગુણવત્તા સેન્સરની ચોકસાઈને સુધારવાની આંતરદૃષ્ટિ શેર કરી હતી.
SoT PDEU ના ડિરેક્ટર ડૉ. ધવલ પૂજારાએ CSE HoD, ડૉ. શક્તિ મિશ્રા,અને IEEE CS સ્ટુડન્ટ બ્રાન્ચ PDEU ની ટીમને, IoT માં સંશોધનની એક છત્ર હેઠળ ઉદ્યોગ, સરકાર અને એકેડેમિયાને સાથે લાવવા બદલ અભિનંદન આપ્યા હતા. એકેડેમીયાના જાણીતા નિષ્ણાતો સાથે, મોટાભાગના સેશન્સ માઇક્રોસોફ્ટ, પુણેમાં કામનો અનુભવ ધરાવતા એક કુશળ ઇન્ડસ્ટ્રી વ્યક્તિ ડૉ આશિષ લબડે દ્વારા લેવામાં આવ્યા હતા. વર્કશોપ એક જળહળતી સફળતા હતી જેમાં સહભાગીઓ તેમના પાયલોટ IoT પ્રોજેક્ટ્સ વિકસાવવામાં સક્ષમ હતા અને સ્માર્ટ સિટીઝના આશાસ્પદ યુગમાં તેમના ઓટોમેશન વિચારોને અનુસરવા માટે પ્રોત્સાહિત થયા હતા.
1.44 કરોડના ખર્ચે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહર્ત, ચૂંટણી ટાઇમે આપેલ વચનોની ચૂંટાઈ ગયા બાદ વિકાસની હારમાળા સર્જતા મહેશ કસવાળા.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
સુરત પોલીસે બોગસ તબીબ એ.કે.ની ધરપકડ કરી છે. સિંઘ કાપોદ્રાના વલ્લભનગર વિસ્તારમાં ક્લિનિક ચલાવતો હતો.