આહવા ખાતે ભારત જોડો યાત્રાની પ્રથમ વર્ષ ગાંઠ નિમિત્તે રેલી નું આયોજન
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ કનેક્ટ ઈન્ડિયા યાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું હતું, જે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે રાહુલ ગાંધી દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી પદયાત્રા હતી. રેલીનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, વિપક્ષના નેતા ગીતાબેન પટેલ સહિત પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ કર્યું હતું.
(સુશીલ પવાર)ડાંગ: ડાંગનાં આહવા ખાતે ગાંધી બાગથી મેઇન રોડ થઈ ફુવારા સર્કલ સુધી રેલીના સ્વરૂપમાં નફરત છોડો ભારત જોડો પદયાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તા.07/09/2022નાં રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો પદયાત્રા યોજી દેશભરમાં પ્રેમ, ભાઈચારા અને સદભાવનાનું અનેરૂ વાતાવરણ ઊભુ કરી દેશની રાજનીતિમાં બદલાવ લાવવા પ્રયત્ન કર્યો હતો.
ભારત જોડો યાત્રાને પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આહવા ખાતે ગાંધી બાગ થી મેઇન રોડ થઈ ફુવારા સર્કલ (આંબાપાડા) સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન પટેલ, લતાબેન ભોયે,મહામંત્રી મુકેશભાઈ પટેલ સોશિયલ મીડિયા પ્રમુખ મનીષભાઈ મારકણા,ગમનભાઈ ભોયે, નીતિનભાઈ ગાઈન, હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુરડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત,સંજયભાઈ પવાર,દેવરામભાઈ,જિલ્લા / તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, જિલ્લા / તાલુકા ના ચુટાયેલા સદસ્યો, યુવા સંગઠન, મહિલા સંગઠન તથા જિલ્લા / તાલુકા પંચાયતના ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.