સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજન
સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા તા. ૨૦ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ અનારા ગામ, કઠલાલ
ખાતે ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું.
સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા તા. ૨૦ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ અનારા ગામ, કઠલાલ
ખાતે ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ
સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના
ડાયરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ તથા સરપંચશ્રી નીલમભાઈ શાહના
સહયોગથી લાભાર્થીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ, કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા
વિનામુલ્યે સ્તન કેન્સર તથા ગર્ભાશય કેન્સર સહિત મહિલાઓને લગતા વિવિધ રોગો માટે જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ દ્વારા સંચાલિત સંજીવની રથ જે સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની
ટીમ તથા આધુનિક સાધનોથી સજ્જ છે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓની તપાસ કરાતા કેટલાક શંકાસ્પદ કેસો જોવા
મળ્યા હતા. પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી