નર્મદામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પાંચ તાલુકાઓમાં ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમનું આયોજન
સાગબારા તાલુકામાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રેકટિકલ તાલીમ દ્વારા તાલીમબદ્ધ કરાયા.
રાજપીપલા : જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તા. ૧૧મી થી ૧૬ ડિસેમ્બર દરમિયાન જિલ્લાના પાંચે તાલુકાઓમાં પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ,હોમગાર્ડસ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે તારીખ ૧૫મી ડિસેમ્બરના રોજ સાગાબારા તાલુકાના પોલીસ સ્ટાફ માટે ફર્સ્ટ રીસ્પોન્ડર્સ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમાર્થીઓને બેઝિક સી.પી.આર, સ્પાઇનલ ઇન્જરી, એકસીડન્ટ મેનેજમેન્ટ, બેઝિક ફ્લડ રેસ્ક્યુ અને ઇમર્જન્સીમાં રક્તસ્ત્રાવ રોકવા માટેની પદ્ધતિઓ વિશે તાલીમ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ડિઝાસ્ટર મામલતદાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
તાજેતરમાં અમદાવાદ સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં થયેલા વિસ્ફોટમાં પેકેજની અંદરની બેટરી ફાટતાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અમદાવાદ : હવામાન વિભાગે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે,