વડોદરા મંડળની રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બીજી બેઠકનું આયોજન
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ઉપર વર્ષ 2022-23 માટે રચિત મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC) ની આ વર્ષની બીજી બેઠકનું આયોજન મંડળ કચેરીમાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર મંડળ વાણિજ્ય મેનેજર શ્રીમતી મંજૂ મીનાએ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ઉપર વર્ષ 2022-23 માટે રચિત મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC) ની આ વર્ષની બીજી બેઠકનું આયોજન મંડળ કચેરીમાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર મંડળ વાણિજ્ય મેનેજર શ્રીમતી મંજૂ મીનાએ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના ક્ષેત્રથી સંબંધિત યાત્રી સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ તેમની યોગ્ય માંગણીઓ પર સકારાત્મક વિચાર મંથન કરવામાં આવ્યું.
સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલવે મેનેજરશ્રી જીતેન્દ્ર સિંહ એ વડોદરા મંડળ ઉપર ચાલી રહેલી પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો. તેમણે માનનીય સભ્યોને જણાવ્યું કે યાત્રી સુવિધાઓનો વિકાસ એ વડોદરા મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આના માટે દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ આવનારા સમયમાં આ સુવિધાઓ મંડળ ઉપર જોવા મળશે. તેમની યોગ્ય માંગણીઓ પર મંડળ દ્વારા તરત જ સમાધાન કરવામાં આવશે.
મીટીંગ દરમિયાન સમિતિના સચિવ અને સિનિયર મંડળ વાણિજ્ય મેનેજર શ્રીમતી મંજૂ મીના દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે વડોદરા મંડળની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે વડોદરા મંડળના 7 રેલવે સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કામોના પૂરા થવા પર આપણે આપણા માનવંતા યાત્રીઓને વધુ સુવિધાઓ આપવા માટે સમર્થ થઈશું.
બેઠક દરમિયાન માનનીય સભ્યોએ પોતપોતાના ક્ષેત્રની યાત્રી સુવિધાઓ, ટ્રેનોનું સંચાલન, નવા પ્રોજેક્ટની પ્રગતિ તેમજ વ્યવસ્થામાં સુધારણાથી સંબંધિત અમૂલ્ય સૂચનો આપ્યા. સમિતિના અધ્યક્ષ શ્રી સિંહ એ તમામ સભ્યોને આશ્વસ્ત કર્યા કે તેમના યોગ્ય સૂચનો ઉપર શક્ય એટલી કાર્યવાહી કરવામાં આવશે.
આ આયોજિત બેઠકમાં સર્વે શ્રી અમિત શાહ, શ્રી આનંદ ઘડીયાળી, શ્રી વિઠ્ઠલદાસ પટેલ, શ્રી ઓમકારનાથ તિવારી, શ્રી હબીબ લોખંડવાલા, શ્રી મોહનભાઈ પટેલ, શ્રી અલ્પેશ કુમાર પટેલ, શ્રી અવિનાશ કુમાર રાઠવા, શ્રી હબીબ વ્હોરા, શ્રી રાજેશ કુમાર પંચાલ, શ્રી અનિલ કુમાર શર્મા ઉપસ્થિત હતા.
બેઠકના અંતે મંડળ વાણિજ્ય મેનેજર શ્રી અભિષેક સિંહ એ બેઠકમાં ઉપસ્થિત થવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો. આ અવસરે મંડળના સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.