અમદાવાદ મંડળ પર "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મિશન લાઇફ અંતર્ગત અમદાવાદ મંડળ પર 02 જૂનથી 05 જૂન 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે આપણા પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે.આવી સ્થિતિમાં, આ વર્ષની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો" છે, એટલે કે, આધુનિકતાના આ યુગમાં, આપણે પોતાને અને આપણી પ્રકૃતિને પ્લાસ્ટિકના પ્રદૂષણથી થતા નુકસાનથી વાકેફ કરવાની છે.
અમદાવાદ મંડળ પર સિંગલ યુઝ પ્લાસ્ટીક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વધે તેવા વિષયો પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી માટે શપથ લેવાયા હતા, સાથે જ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરમતી ન્યુ રેલ્વે કોલોની ગ્રાઉન્ડ ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન અને તમામ શાખા અધિકારીઓ, રેલ્વે કર્મચારીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધકે દરેકને તેમની ભાવિ પેઢીઓ માટે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
મંડળ રેલ પ્રબંધકની ઓફિસમાં પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં રેલવે કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિકના કચરા અંગે જાગૃતિ વિષયો પર નિબંધ લખ્યા હતા.
રેલ્વે કર્મચારીઓના બાળકોએ કોમ્યુનિટી હોલ સાબરમતી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં પર્યાવરણ સંરક્ષણ અંગે ઉત્તમ ચિત્રો બનાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.