ઓસમાણ મીર અને આમીર મીરની જૂગલબંધીએ 'સોમનાથ મહોત્સવ'માં જમાવટ કરી
કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં જાણીતા ગાયક શ્રી ઓસમાણ મીર તથા શ્રી આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસતરબોળ કર્યા હતાં.
ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'શિવવંદના', 'નગર મેં જોગી આયા', 'છે શક્તિ કેરો સાદ', 'ઓરી સખી મંગલ ગાવો રી...' અને 'શિવસ્તુતિ' જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો પર સૂર રેલાવી પોતાના ઘેઘૂર કંઠ દ્વારા લોકસંગીતથી મઢેલી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓએ મનભરી માણી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ, આગેવાનો, સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.