માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના 35000થી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજ્યના ૩૫, ૭૩૧ પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા ૧૨૧ પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે ૧૨ પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. જ્યારે અન્ય ૧૨ પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ ૨૪ પુલોના પુનઃબાંધકામ માટે રૂ. ૧૪૫.૬૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
તેમજ ૧૧૬ પુલોનું રૂ. ૧૫૧.૪૧ કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે રૂ. ૨૯૭ કરોડ ફાળવવામાં આવેલ છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.