સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે ૫૮૯ ખેડૂતોને રૂ. ૨.૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.
વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૫૮૯ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨,૪૬,૬૬,૮૨૦ ની સહાય ચૂકવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ પાકનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર અને ૧૮,૧૧૯ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.
સહાયના ધોરણ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દાડમના રોપાની કિંમત સંકલિત જીવાત નિયંત્રણ તથા સંકલિત પોષણ વ્યવસ્થાપનના પ્રતિ હેક્ટર રૂ. ૭૧,૬૪૦ ના ખર્ચને ધ્યાનમાં રાખીને સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના ૫૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૯,૪૦૨ ચૂકવાય છે.
આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૫૩,૭૩૦ તથા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના ૬૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૪૬,૫૬૬ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય આપવામાં આવે છે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.