પીએન્ડજી ઈન્ડિયા દ્વારા પીએન્ડજી શિક્ષાનો ટેકો ધરાવતી શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવે છે
પીએન્ડજી ઈન્ડિયાનું લક્ષ્ય ઓછા વિશેષાધિકાર ધરાવતા વિસ્તારોમાં પણ યુવા પેઢીમાં યુવા ઉંમરથી સક્ષમ વ્યવહારોની મૂળભૂત સમજદારી અને જરૂરતોની કેળવણી કરવા સાથે ભારતમાં પાણીની ખેંચ ધરાવતા પ્રદેશોમાં પાણીનું સંવર્ધન કરવા મદદરૂપ થવાનું છે
વિશ્વ પર્યાવરણ દિવસ પર વ્હિસ્પર અને વિક્સ જેવી બ્રાન્ડ્સની ઉત્પાદક પીએન્ડજી ઈન્ડિયા દ્વારા દેશના પાણીની ખેંચ ધરાવતા પ્રદેશમાં તેના જળ સંવર્ધન પ્રયાસોના ભાગરૂપે કંપનીએ નવ શહેરોમાં પીએન્ડજી શિક્ષા દ્વારા ટેકો આપવામાં આવે છે તે શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ (આરડબ્લ્યુએચ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવ્યાં છે. આ પહેલ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં કોટા, અમદાવાદ, જોધપુર, બડ્ડી, ઉદયપુર, ભોપાલ, ચેન્નાઈ, રાયપુર અને પોંડિચેરીમાં અમલ કરાઈ છે.
આ સાથે રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ એકત્રિત રીતે વાર્ષિક આશરે 10 લાખ લિટર પાણીનું સંવર્ધન કરવામાં મદદરૂપ થશે, શાળાઓ દ્વારા પીવા સિવાયના હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને આ પહેલનું લક્ષ્ય આ શાળાઓ દ્વારા મહાપાલિકાના પાણી પુરવઠા પર નિર્ભરતા અને તેનો ઉપયોગ ઘટાડવાનું છે અને ભૂજળને રિચાર્જ કરવામાં મદદરૂપ થવાનું છે. ઉપરાંત શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પહોંચને લીધે ઓછા વિશેષાધિકાર ધરાવતા વિસ્તારોમાં પણ યુવા પેઢીમાં યુવા ઉંમરે સક્ષમ વ્યવહારો માટે મૂળભૂત સમજદારી અને જરૂરતોની કેળવણી થશે. આ પહેલ સક્ષમ વ્યવહારો અને મધ્યસ્થી થકી જળ હકારાત્મક ભવિષ્ય નિર્માણ કરવામાં યોગદાન આપવાના પીએન્ડજી ઈન્ડિયાના પ્રયાસની રેખામાં છે.
પીએન્ડજી શિક્ષા પીએન્ડજી ઈન્ડિયાનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ છે અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ પહેલ થકી કંપનીનું લક્ષ્ય વહેલી ઉંમરથી જ ભાવિ પેઢીમાં સક્ષમ વ્યવહારોની કેળવણી થઈને શિક્ષણ અને સક્ષમતાને જોડવાનું છે. પીએન્ડજી ઈન્ડિયાના ખરીદીઓ અને પર્યાવરણીય સક્ષમતાના પ્રમુખ પવન વર્માએ જણાવ્યું હતું કે, "પીએન્ડજીમાં અમે જળ સંવર્ધનનું મહત્ત્વ ઓળખ્યું છે અને સક્ષમ વિકાસ માટે આ મજબૂત પરિણામ છે. અમે આ માટે દુનિયાના અમુક સૌથી મોટા વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે મદદરૂપ થવા પરિવર્તનકારી ભાગીદારીઓ નિર્માણ કરવાની એક રીત પર કામ કરવા માગીએ છીએ, જ્યાં અમે મોટો ફરક લાવી શકીએ. આથી રાઉન્ડ ટેબલ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં અમે નવો અભિગમ અપનાવી રહ્યા છીએ, જ્યાં અમે પાણીની ખેંચ ધરાવતા બસિન્સ શિક્ષાનો ટેકો ધરાવતી શાળાઓ ખાતે સક્ષમ વ્યવહારો તરીકે રેઈન વોટર હાર્વેસ્ટિંગ રજૂ કરી રહ્યા છીએ. આ પહેલથી વિદ્યાર્થીઓને સ્વચ્છ પીવા સિવાયનાં કામો માટેનું પાણી મળે તેની ખાતરી રહેશે અને તેમની અંદર પર્યાવરણીય જવાબદારી કેળવાશે અને તેઓ સક્ષમ દુનિયા માટે ભાવિ હિમાયતી બનવા તેમને સશક્ત બનાવશે.”
આ પહેલ પીએન્ડજી ઈન્ડિયાએ તાજેતરમાં જાહેર કરી છે તે વૈશ્વિક પાણીની વ્યૂહરચનાની પાછળ નિકટતાથી આવી છે. આ વ્યૂહરચના થકી કંપની નાવીન્યતા અને ભાગીદારીઓ થકી પાણીનો પડકારોને પ્રતિસાદ આપવા, તેની કામગીરીઓમાં પાણીનો ઉપયોગ ઓછો કરવાનું અને દુનિયાભરમાં 18 પાણીની ખેંચ ધરાવતા વિસ્તારોમાં પ્રોજેક્ટોને ટેકો આપવાનું છે. આમાંથી 5 આવા પાણીની ખેંચ ધરાવતા વિસ્તારો ભારતમાં છે, જ્યાં પીએન્ડજી ઈન્ડિયા સમુદાયો અને પર્યાવરણના વિશાળ લાભ માટે પાણીનાં સંસાધનો પુનઃસ્થાપિત અને કાયાકલ્પ કરીને અર્થપૂર્ણ પ્રભાવ પાડવા માગે છે.
2005માં રજૂ કરવામાં આવેલી પીએન્ડજી શિક્ષા એ પીએન્ડજી ઈન્ડિયાની ફ્લેગશિપ સીએસઆર પહેલ છે, જેનું લક્ષ્ય 360 ડિગ્રી શૈક્ષણિક મધ્યસ્થી થકી ગરીબ બાળકો માટે પરિપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સમયાંતરે પીએન્ડજી શિક્ષા પરિપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમમાં ઉત્ક્રાંતિ પામી છે, જે બાળકોમાં શિક્ષણનાં પરિણામોમાં સુધારણા લાવવાનું, શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનું અને શિક્ષણ થકી વંચિત છોકરીઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આરંભથી જ કાર્યક્રમે 23 લાખ બાળકોથી વધુને પ્રભાવિત કરતાં 2500થી વધુ શાળાઓને ટેકો આપ્યો છે.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ: પીએન્ડજી વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત, આગેવાન બ્રાન્ડ્સના મજબૂત પોર્ટફોલિયોમાંથી એક સાથે ગ્રાહકોને સેવા આપે છે, જેમાં વિક્સ®, એરિયલ®, ટાઈડ®, વ્હિસ્પર®, ઓલે®, જિલેટ®, વિનસ®, અંબીપુર®, પેમ્પર્સ®, પેન્ટીન®, ઓરલ-બી®, હેડ એન્ડ શોલ્ડર્સ ®, હરબલ એસેન્સીસ ® અને ઓલ્ડ સ્પાઈસ ®નો સમાવેશ થાય છે. કૃપા કરી પીએન્ડજી ઈન્ડિયા અને તેની બ્રાન્ડ્સ વિશે નવીનતમ સમાચાર અને ઊંડાણભરી માહિતી માટે વિઝિટ કરો in.pg.com.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.