PM મોદી બે દિવસની મુલાકાતે ઇજિપ્ત પહોંચ્યા, PM મુસ્તફા મદબૌલી સાથે કરશે મુલાકાત
ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલી સાથે પીએમ મોદીની રાઉન્ડ ટેબલ બેઠક બાદ તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે શનિવારે સાંજે કૈરો પહોંચ્યા હતા. પીએમ મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત છે. પીએમ મોદીનું કૈરો એરપોર્ટ પર ઇજિપ્તના વડાપ્રધાને સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 26 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન દ્વિપક્ષીય મુલાકાત માટે ઈજિપ્ત પહોંચ્યા છે. PM મોદી આજે કૈરોમાં ઇજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મદબૌલી સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે. આ પછી તે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે.
PM મોદી શનિવારે કૈરોમાં ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તીને મળશે. આ પછી તે ઇજિપ્તના ચિંતકો સાથે વાત કરશે.
PM નરેન્દ્ર મોદી રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9.30 વાગ્યે અલ હકીમ મસ્જિદની મુલાકાત લેશે. આ પછી તે હેલિયોપોલિસ વોર સેમેટ્રીની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ઈજિપ્તની પ્રેસિડન્સીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે મુલાકાત કરશે.
રવિવારે પીએમ મોદી એક બેઠકમાં ભાગ લેશે જેમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. આ બેઠકમાં કેટલાક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે અને અખબારી નિવેદન બહાર પાડવામાં આવશે. પીએમ મોદી બપોરે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને બપોરે 3 વાગે ભારત જવા રવાના થશે.
PM મોદીએ શનિવારે કુવૈતમાં ગલ્ફ સ્પાઈક લેબર કેમ્પની મુલાકાત લીધી, જ્યાં લગભગ 1,500 ભારતીય નાગરિકો રાખવામાં આવ્યા છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને તાજેતરમાં પૂર પીડિતો માટે પુનઃનિર્મિત ઘરોની પૂર્ણાહુતિની ઉજવણીના સમારોહમાં હાજરી આપી હતી,
જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં કાર હુમલામાં સાત ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. ત્રણ પીડિતોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,