પીએમ મોદીએ શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી
પીએમ મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે એક હાથીના આશીર્વાદ પણ લીધા હતા, જેની તસવીર સામે આવી છે. આ તસવીરમાં હાથી પોતાની સૂંડને માથા પર રાખીને પીએમ મોદીને આશીર્વાદ આપી રહ્યો છે.
તિરુચિરાપલ્લીઃ પીએમ મોદી હાલ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં છે. અહીં તેમણે શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે એક હાથી પાસેથી આશીર્વાદ પણ લીધા હતા, જેની તસવીર સામે આવી છે.
તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરના પૂજારીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા હતા. આ સમયની તસવીરો પણ સામે આવી છે.
પીએમ મોદીએ તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિદ્વાનને સાંભળ્યા. તમને જણાવી દઈએ કે રામાયણની ખૂબ જ જૂની આવૃત્તિઓમાંની એક કમ્બા રામાયણ છે, જે 12મી સદીમાં તમિલ કવિ કમ્બને રચી હતી.
કમ્બને સૌ પ્રથમ તેમની રામાયણ શ્રી રંગનાથસ્વામી મંદિરમાં જાહેરમાં રજૂ કરી. પીએમ એ જ જગ્યાએ બેઠા છે જ્યાં કમ્બને પહેલીવાર તમિલ રામાયણ ગાઈને તમિલ, તમિલનાડુ અને શ્રી રામ વચ્ચેના ઊંડા સંબંધોને મજબૂત બનાવ્યા હતા.
પરંપરાગત તમિલ પોશાક પહેરીને પીએમ મોદીએ શનિવારે શ્રી રંગમના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. PM એ તમિલનાડુના આ પ્રાચીન મંદિરની મુલાકાત દરમિયાન 'વેષ્ટી' (ધોતી) અને 'અંગાવસ્ત્રમ' (શાલ) પહેરી હતી. તેમણે ભગવાન વિષ્ણુના મંદિરમાં પૂજા અર્ચના કરી અને હાથીને ભોજન આપીને આશીર્વાદ લીધા.
મોદીએ આ દરમિયાન શ્રી રંગનાથસ્વામીના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા તેમને 'સદરી' આપવામાં આવી હતી. વડા પ્રધાને વૈષ્ણવ સંત-ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્રથજ્વરને સમર્પિત અનેક 'સન્નાધિઓ' (દેવતાઓ માટે અલગ પૂજા સ્થાનો) પર પ્રાર્થના કરી હતી. તમિલમાં પ્રમુખ દેવતા રંગનાથર તરીકે ઓળખાય છે.
શ્રીરંગમ મંદિર તમિલનાડુનું એક પ્રાચીન વૈષ્ણવ મંદિર છે અને તે સંગમ યુગનું છે. વિવિધ રાજવંશોએ આ મંદિરનું નિર્માણ અને વિસ્તરણ કર્યું. ચોલ, પંડ્યા, હોયસાલા અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે. શ્રીરંગમ મંદિર કાવેરી અને કોલ્લીદમ નદીઓના સંગમ પર એક ટાપુ પર આવેલું છે.
શ્રીરંગમ મંદિરને 'બોલોગા વૈકુંઠમ' અથવા 'પૃથ્વી પર વૈકુંઠમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન શનિવારે ચેન્નાઈથી અહીં પહોંચ્યા હતા અને મંદિર જતા સમયે તેમની કારના ફૂટબોર્ડ પર ઉભા રહીને તેમણે લોકો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓને હાથ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન રામેશ્વરમાં અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરશે.
દેશના લાખો યુવાનો સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા રહે છે. આ દરમિયાન, એક રાજ્યના મુખ્યમંત્રીએ યુવાનોને ખુશખબર આપી છે કે તેઓ ટૂંક સમયમાં 50,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા પરિસરમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, થોડા દિવસ પહેલા કોઈએ વિધાનસભામાં ગુટખા ખાધો હતો અને તેને થૂંક્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
બુધવારે ભારતના અન્ય રાજ્યોમાં આવેલા ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. આશ્ચર્યજનક વાત એ છે કે એક જ દિવસમાં સતત બે ભૂકંપના આંચકા આવ્યા છે.