PM મોદીએ તિરુપતિ મંદિરની મુલાકાત લીધી, 140 કરોડ ભારતીયોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
PM મોદી 3 દિવસ માટે તેલંગાણાના પ્રવાસે છે. તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા કરવામાં આવી હતી.
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના પ્રખ્યાત મંદિરની મુલાકાત લીધી હતી અને તમામ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન સવારે લગભગ આઠ વાગે મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના દર્શનની તસવીરો પણ શેર કરવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન રવિવારે રાત્રે તિરુમાલા પહોંચ્યા હતા. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે.
પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને તિરુમાલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રેનીગુંટા એરપોર્ટથી તિરુમાલા મંદિર સુધીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા અને વાહનોની અવરજવર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી તેલંગાણા જવા રવાના થશે.
ઝારખંડની આગામી સરકારનું ભાવિ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નક્કી કરવામાં આવશે, કારણ કે તમામ 81 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ. પ્રથમ વલણો સવારે 9:30 વાગ્યા સુધીમાં બહાર આવવાની અપેક્ષા છે.
લાંબા સમયથી રાહ જોવાતી પેટાચૂંટણીના પરિણામો આખરે આવી ગયા છે. 14 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે,
પંજાબની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે મતગણતરી શરૂ થઈ હતી. ગિદરબાહા, બરનાલા, ચબ્બેવાલ અને ડેરા બાબા નાનક મતવિસ્તારમાં બુધવારે કુલ 63.91% મતદાન નોંધાયું હતું,