ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત
ગાંધીનગર ખાતે ઓગસ્ટ મહિનામાં G20 હેલ્થ ટ્રેક મીટિંગનું આયોજન, 17 થી 19 ઓગસ્ટ દરમિયાન 4થી આરોગ્ય કાર્યકારી જૂથ અને આરોગ્ય કાર્યકારી જૂથ મંત્રીઓની બેઠક યોજાશે
રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૫૦ પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. ૩૦૦ આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. ૧૯૫૦ નક્કી કર્યા છે.
નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.૧૫૦૦ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે.
રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ ૧ લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા
સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.
મહેસાણા જિલ્લાના દાવડા ગામની સીમમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ટ્રેક કરીને એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી હતી,
પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.