પીએનબી એચએફસીએ તેની રોશની-કેન્દ્રિત 12 નવી બ્રાન્ચ શરૂ કરવાની જાહેરાત કરી
રોશની હોમ લોન નીચી અને મધ્યમ આવક ધરાવતા સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ સહિતના ગ્રાહકોની વિશાળ શ્રેણીની તકો ઓફર કરે છે, નીચા ઇએમઆઇ અ 30 વર્ષ સુધીની મુદ્દત સાથે ફ્લેક્સિબલ રિપેમેન્ટ વિકલ્પો
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે લોકોને તેમના ઘરની માલીકીના સપનાને સાકાર કરવામાં સહયોગ કરવાના લાંબાગાળાના લક્ષ્યને અનુરૂપ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોડક્ટ – રોશની એક્સક્લુઝિવ રીતે ઓફર કરતી 12 નવી બ્રાન્ચ શરૂ કરી છે. કંપનીએ તેના માળખામાં એક વિશિષ્ટ એફોર્ડેબલ વર્ટિકલની રચના કરી છે, જેમાં સેલ્સ, ક્રેડિટ, કલેક્શન અને ઓપરેશન્સ માટેની એક સમર્પિત ટીમો સામેલ છે.
દેશભરમાં ઉપસ્થિતિ સ્થાપિત કરતાં કંપનીએ છ રાજ્યોમાં તેની રોશની-કેન્દ્રિત બ્રાન્ચ હોસકોટે, કેંગેરી, યેલહંકા, અટ્ટીબેલે, વાઘોલી, બોલિંજ, ઓલ્ડ પનવેલ, થિલાઇ નગર, નાગરકોઇલ, મથુરા, જોધપુર અને અમદાવાદમાં શરૂ કરવાની જાહેરાત કરી છે.
રોશની સાથે સંસ્થા ટિયર 1, 2 અને ટિયર 3 શહેરોની બહારના વિસ્તારોમાં એફોર્ડેબલ હોમ લોન પ્રદાન કરશે. આ સ્કીમમાં હોમ પ્રોપર્ટીની ખરીદી, સ્વ-નિર્માણ, હોમ એક્સટેન્શન/રિનોવેશન, પ્લોટની ખરીદી અને બાંધકામ તથા પ્રોપર્ટીની સામે લોન સહિતની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરતી લોનની વિવિધ પસંદગી સામેલ છે. આથી અરજી કરનાર પ્રથમવાર ક્રેડિટ યુઝર્સ હોય, ઔપચારિક આવક વગર સ્વ-રોજગાર ધરાવતા હોય અને નીચી આવક ગ્રૂપમાં પગારદાર હોય, જેની ઘરેલુ આવક રૂ. 10,000 જેટલી હોય અને મધ્યમ આવક ગ્રૂપ શ્રેણીમાં હોય, તેઓ લોન માટે પાત્ર હશે.
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ ગિરિશ કૌસગીએ કહ્યું હતું કે, “ઘર માલીકીને ટેકો આપવાના મક્કમ નિર્ધાર સાથે અમે વ્યક્તિઓની આકાંક્ષાઓને સશક્ત અને પ્રેરણા આપવા પ્રયત્નશીલ છીએ. અમારું મીશન વ્યક્તિઓ અને સમુદાયો માટે સામાજિક-આર્થિક પ્રગતિને બળ આપવા માટે હોમ લોનની એક્સેસ સરળ કરવાનું રહ્યું છે. રોશની દ્વારા અમે અમારા એફોર્ડેબલ હાઉસિંગ પોર્ટફોલિયોના વિસ્તરણ માટે સમર્પિત છીએ, જેનાથી અમે કેન્દ્ર સરકારના હાઉસિંગ ફોર ઓલ પહેલ સાથે સુસંગત રહેતાં દેશભરમાં લોકોના વિશાળ સમૂહ સુધી પહોંચવા સક્ષમ બન્યાં છીએ. ત્રણ વર્ષમાં સમગ્ર રિટેઇલ ક્ષેત્રે એફોર્ડેબલ હાઉસિંગ લોન અને પ્રાઇમ લોન વચ્ચે સારું મિશ્રણ જોવા મળશે.”
આ બ્રાન્ચના પ્રારંભ સાથે કંપનીએ 150થી વધુ જિલ્લાઓ અને 500થી વધુ સ્થળોને આવરી લેતી 88 રોશની બ્રાન્ચ સુધી વિસ્તરણ કર્યું છે તેમજ વધુ વિસ્તરણ માટે સક્રિયપણે કાર્યરત છે. ઇન્ડસ્ટ્રીમાં 34 વર્ષથી વધુ ઉપસ્થિતિ, ગ્રાહકોના વિશ્વાસ, સમગ્ર ભારતમાં બ્રાન્ચના નેટવર્ક અને મજબૂત સર્વિસ ડિલિવરી મોડલ સાથે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ દેશભરમાં હોમ લોન લેવા ઇચ્છુકોને સેવા આપે છે. કંપની ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન, ગુજરાત, તમિળ નાડુ, આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆર સહિતના 15 રાજ્યોમાં વૃદ્ધિનો ઉદ્દેશ્ય ધરાવે છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.