પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસ લિમિટેડનો આઈપીઓ 06 નવેમ્બર, 2023ના રોજ ખુલશે
પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ (“ઇક્વિટી શેર”)ના પ્રતિ ઇક્વિટી શેર પર રૂ. 752થી રૂ. 792 પર નક્કી કરવામાં આવ્યો છે. ફ્લોર પ્રાઈસ 75.20 ગણી છે અને કેપ પ્રાઈસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 79.20 ગણી છે.
અમદાવાદ : પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસ લિમિટેડ (અગાઉ એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરીકે ઓળખાતી) સોમવાર, 06 નવેમ્બર, 2023ના રોજ તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલશે. આઈપીઓની કુલ ઓફર સાઇઝમાં વેચનાર શેરધારકો દ્વારા 61,91,000 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટે ઓફર (“ઓફર”)નો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર, નવેમ્બર 03, 2023 હશે. ઓફર સબ્સ્ક્રિપ્શન માટે સોમવાર, 06 નવેમ્બર, 2023ના
રોજ ખુલશે અને બુધવારે, 08 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 752થી રૂ. 792 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
વેચાણની ઓફરમાં 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (જે અગાઉ આઈઆઈએફએલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ તરીકે ઓળખાતું હતું) દ્વારા 4,59,617 સુધીના ઇક્વિટી શેર્સ, 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – સિરીઝ 2 (અગાઉ આઈઆઈએફએલ ફંડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – સિરીઝ 2 તરીકે ઓળખાતું) દ્વારા 3,20,177 સુધીના ઇક્વિટી શેર્સ, 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 3 (અગાઉ આઈઆઈએફએલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 3 તરીકે ઓળખાતું) દ્વારા 1,48,197 સુધીના ઇક્વિટી શેર્સ, 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 4 (અગાઉ આઈઆઈએફએલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 4 તરીકે ઓળખાતું) દ્વારા 3,96,843 સુધીના ઇક્વિટી શેર્સ, 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 5 (અગાઉ આઈઆઈએફએલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - સિરીઝ 5 તરીકે ઓળખાતું) દ્વારા 3,09,225 સુધીના ઈક્વિટી શેર્સ, એનએસઈ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા 17,83,395 સુધીના ઇક્વિટી શેર્સ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સ્પેસિફાઇડ અંડરટેકિંગના એડમિનિસ્ટ્રેટર દ્વારા 2,43,175 સુધીના ઇક્વિટી શેર્સ, એચડીએફસી બેંક લિમિટેડ દ્વારા 7,05,674 સુધીના ઇક્વિટી શેર્સ, એક્સિસ બેંક લિમિટેડ દ્વારા 7,12,077 સુધીના ઇક્વિટી શેર્સ, ડોએચ્ચ બેંક એ.જી. દ્વારા 7,12,077 સુધીના ઇક્વિટી શેર્સ અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (“સેલિંગ શેરધારકો”), (“વેચાણ માટેની ઓફર”) દ્વારા 4,04,040 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
ઓફરમાં કર્મચારીઓ માટે આરક્ષિત 1,50,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે, જે યોગ્ય કર્મચારીઓને પ્રમાણસર ધોરણે
ફાળવણી માટે ઉપલબ્ધ છે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”). એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઇક્વિટી
શેર દીઠ રૂ. 75નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેર્સને બીએસઈ પર લિસ્ટિંગ કરવાની યોજના છે. અમારી કંપનીને
18 જાન્યુઆરી, 2022ના પત્રના અનુસંધાનમાં ઇક્વિટી શેરના લિસ્ટિંગ માટે બીએસઈ તરફથી ‘સૈદ્ધાંતિક’ મંજૂરી મળી છે.
ઓફરના હેતુઓ માટે, નિયુક્ત સ્ટોક એક્સચેન્જ બીએસઈ રહેશે.
ભારતીય શેરબજારો બુધવારે નાતાલની રજા માટે ઘણા અન્ય મુખ્ય એશિયન બજારોની જેમ બંધ રહ્યા હતા. જોકે, કેટલાક પ્રાદેશિક બજારો મિશ્ર વલણ દર્શાવે છે
બોમ્બે હાઈકોર્ટે 87A ટેક્સ છૂટ મામલે મોટો નિર્ણય લીધો છે. ઘણા કરદાતાઓએ 5 જુલાઈ, 2024 પછી આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કર્યું છે. તેને હજુ સુધી 87A કર મુક્તિનો લાભ મળ્યો નથી.
Ola Grocery Launched: ઓલાએ દેશભરમાં ઓલા ગ્રોસરી સર્વિસ શરૂ કરી છે. નવીનતમ સેવા 10 મિનિટમાં તમારા ઘરે આવશ્યક કરિયાણા પહોંચાડશે. ઓલાની નવી ડિલિવરી સેવાનું આગમન ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે પડકાર વધારશે, કારણ કે તેઓ 10 મિનિટ ડિલિવરી સેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે.